GSTV

10 % GRની ચુકવણી 31 માર્ચ 2021 સુધી કરવા સુપ્રીમનો Telecom કંપનીઓને આદેશ, 10 વર્ષમાં કરી શકશે સંપૂર્ણ ચુકવણી

Last Updated on September 3, 2020 by pratik shah

સુપ્રીમ કોર્ટે વોડાફોન આઈડિયા, ભારતી એરટેલ અને ટાટા ટેલિસર્વિસીસ જેવી Telecom કંપનીઓને એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર) સંબંિધત બાકી રકમની ટેલિકોમ વિભાગને ચૂકવણી કરવા માટે ચોક્કસ શરતો સાથે 10 વર્ષનો સમય આપ્યો છે.

Telecom કંપનીઓ માટે સુપ્રીમ રાહત

જોકે, સુપ્રીમે Telecom કંપનીઓને એજીઆરની 10 ટકા રકમ એડવાન્સમાં ૩1મી માર્ચ 2021 સુધીમાં ચૂકવવા આદેશ કર્યો છે. સુપ્રીમનો આદેશ Telecom કંપનીઓ માટે રાહતપૂર્ણ બન્યો છે. વોડાફોન જેવી કંપનીઓએ એજીઆરની તાત્કાલિક ચૂકવણીમાં અસર્થતા દર્શાવી હતી.

ટેલિકોમ કંપનીઓએ 10 ટકા એડવાન્સમાં ચૂકવવાના રહેશે

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે ટેલિકોમ કંપનીઓએ બાકી લેણાંના 10 ટકા એડવાન્સમાં ચૂકવવાના રહેશે. પછી દર વર્ષે સમયસર હપતા ચૂકવવાના રહેશે. તેના માટે કોર્ટે 7 ફેબુ્રઆરીનો સમય નિશ્ચિત કર્યો છે. કંપનીઓએ દર વર્ષે આ તારીખે બાકી રકમનો હપતો ચૂકવવાનો રહેશે. હપ્તો ન ચૂકવાતા વ્યાજ ચૂકવવું પડશે.

Telecom

ચાર સપ્તાહમાં વ્યક્તિગત ગેરેન્ટી આપવા પણ નિર્દેશ

ન્યાયાધીશ અરૂણ મિશ્રાના અધ્યક્ષપદે બેન્ચે તેના આદેશમાં જણાવ્યું હતું કે, ટેલિકોમ વિભાગ દ્વારા કરાયેલી માગણી અને સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલો ચૂકાદો આ બાબતમાં અંતિમ બની રહેશે. બેન્ચે ટેલિકોમ કંપનીઓના મેનેજિંગ ડિરેક્ટર્સ અથવા ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર (સીઈઓ)ને એજીઆરની ચૂકવણી માટે ચાર સપ્તાહમાં વ્યક્તિગત ગેરેન્ટી આપવા પણ નિર્દેશો આપ્યા હતા.

હપ્તા ચૂકવવામાં કંપની નિષ્ફળ જશે તો દંડની જોગવાઈ

બાકી લેણાંના હપ્તા ચૂકવવામાં કંપનીઓ નિષ્ફળ જશે તો તેમણે દંડ, વ્યાજ ચૂકવવા પડશે તથા કોર્ટની અવમાનનાનો સામનો કરવો પડશે તેવી પણ સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓને ચેતવણી આપી હતી.

Telecom

15 ટેલિકોમ કંપનીઓએ માત્ર ૩0,254 કરોડ રૂપિયાની ચૂકવણી કરી

ટેલિકોમ કંપનીઓએ કુલ એજીઆરની બાકી રકમ રૂ. 1.69 લાખ કરોડની ચૂકવણી કરવાની છે જ્યારે હજી સુધી 15 ટેલિકોમ કંપનીઓએ માત્ર ૩0,254 કરોડ રૂપિયાની ચૂકવણી કરી છે. ટેલિકોમ કંપનીઓએ એજીઆરની બાકી ચૂકવણી માટે 15 વર્ષનો સમય માગ્યો હતો.

બેલઆઉટ નહીં કરાય તો ભારતમાં કામકાજ બંધ કરવું પડશે

એજીઆરની બાકી રકમ પર સુપ્રીમ કોર્ટે અગાઉ 24મી ઑક્ટોબર 2019ના રોજ તેનો પહેલો ચૂકાદો સંભળાવ્યો હતો. ત્યાર પછી, વોડફાોન આઈડિયાએ કહ્યું હતું કે, તેને બેલઆઉટ નહીં કરાય તો તેણે ભારતમાં તેનું કામકાજ બંધ કરવું પડશે. એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર) ટેલિકોમ વિભાગ દ્વારા ટેલિકોમ કંપનીઓ પાસેથી વસૂલવામાં આવતા યુસેજ અને લાઈસન્સિંગ ફી છે.

કંપનીઓની એજીઆર ચૂકવણી

ટેલિકોમ કંપનીઓએ ટેલિકોમ વિભાગને જે એજીઆરની ચૂકવણી કરવાની છે તેમાં એરટેલે 18,004 કરોડ રૂપિયાની ચૂકવણી કરી છે અને હવે તેણે રૂ. 25,976 કરોડ ચૂકવવાના છે. બીજીબાજુ વોડાફોન આઈડિયાએ રૂ. 7854 કરોડની ચૂકવણી કરી છે અને તેણે લગભગ રૂ. 50,૩99 કરોડ ચૂકવવાના બાકી છે. ટાટા ટેલિકોમે 4,197 કરોડ ચૂકવ્યા છે જ્યારે તેણે રૂ. 12,601 કરોડની ચૂકવણી કરવાની બાકી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

જૂના LPG સિલિન્ડરના દિવસો ગયા! ઘરે લઇ આવો આ નવો કંપોઝિટ ગેસ સિલિન્ડર, જાણો તેના ફાયદા અને કિંમત

Bansari

ઓહ માય ગોડ! શર્ટલેસ મિલિન્દને સોમનને જોઈ પોતાની રોકી નહિ શકી મલાઈકા અરોરા, કરી દીધી આ હરકત

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!