GSTV

તેલંગાણા રાષ્ટ્ર સમિતિના નેતાની પથ્થરો મારીને હત્યા કરી દેવામાં આવી, તણાવનો માહોલ

Last Updated on November 6, 2018 by Karan

તેલંગાણામાં રાજકીય સંઘર્ષમાં તેલંગાણા રાષ્ટ્ર સમિતિના નેતા નારાયણ રેડ્ડીની કથિતપણે પથ્થરો મારીને હત્યા કરી દેવામાં આવી છે. તેલંગાણાના વિકારાબાદ જિલ્લાના સુલ્તાનપુર ગામની છે. ટીઆરએસના નેતાની લાશ સવારે મળી આવી છે.

અહેવાલો મુજબ નારાયણ રેડ્ડીના સમર્થકો ઉગ્ર થઈ ગયા અને તેમણે કોંગ્રેસ પાર્ટીના બે કાર્યકર્તાઓને માર માર્યો હતો.  કોંગ્રેસના બંને કાર્યકર્તાઓની હાલત ગંભીર છે. તેમને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે.

સ્થાનિક અહેવાલો મુજબ રવિવારે નારાયણ ગ્રુપ અને તેના પ્રતિસ્પર્ધી સમૂહની વચ્ચે વિવાદ સર્જાયો હતો. બાદમાં સંઘર્ષમાં પ્રાદેશિક રાજકીય પાર્ટી તેલંગાણા રાષ્ટ્ર સમિતિના નેતાની હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યા બાદ સુલ્તાનપુરમાં તણાવની સ્થિતિ સર્જાઈ છે. આ મામલાની ગંભીરતાને જોતા મોટી સંખ્યામાં પોલીસકર્મીઓની તેનાતી કરવામાં આવી છે.

Related posts

કમાણી: ફક્ત એક વાર 10 હજાર રૂપિયા લગાવીને શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે 30,000ની આવક, વધતો જ જશે નફો

Pravin Makwana

ભારે હોબાળો/ દિલ્હીમાં બાળકીનું શંકાસ્પદ મોત, અરવિંદ કેજરીવાલ માંડ માંડ ઘરે પહોંચ્યા પણ એવું થયું કે સહેજમાં બચી ગયા

Harshad Patel

ગુજરાતમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોનું સૌથી મોટું ઓપરેશન, 4.5 કિલો MD ડ્રગ્સ સાથે 2 આરોપીઓની ધરપકડ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!