GSTV
Home » News » 3 કરોડના દેવા બાદ ગુમ થયો પુત્ર, પરિવારના 6 સભ્યોનો એક સાથે આપઘાત!

3 કરોડના દેવા બાદ ગુમ થયો પુત્ર, પરિવારના 6 સભ્યોનો એક સાથે આપઘાત!

તેલંગાણામાં એક જ પરિવારના 6 લોકોએ આપઘાત કરી લેતા સનસનાટી મચી ગઇ છે. પરિવારના મોટા પુત્રે 3 કરોડનું દેવું કરી ઘરેથી ગાયબ થઇ જતા પરિવારના 6 લોકોએ એક સાથે પેસ્ટીસાઇડ પી આત્મહત્યા કરી લીધી છે.

તેલંગાણા પોલીસના જણાવ્યા મુજબ 59 વર્ષિય જનાર્ધનનો શબ તેના પડોશીએ સોમવારે જોયો હતો. જે બાદ પોલીસને તેની જાણકારી આપવામાં આવી હતી. પોલીસ અનુસાર 2 નાના બાળકો સહિત પરિવારના 6 લોકોએ રવિવારે પેસ્ટીસાઇડ પી આત્મહત્યા કરી લીધી હતી.

ડીએસપી નાગેશ્વર રાવે કહ્યું કે જનાર્દનના મોટા પુત્રે પોતાના રિયલ એસ્ટેટ અને હવાલાના બિઝનેસમાં ત્રણ કરોડ રૂપિયા દેવું કરી નાખ્યું હતું. 11 સપ્ટેમ્બરે તે અચાનક ઘરેથી ગાયબ થઇ ગયો હતો. તેણે પોતાનો મોબાઇલ પણ બંદ કરી લીધો હતો. રાવે કહ્યું કે સતત પૈસા વસૂલી માટે લોકો આવતા રહેતા પરિવાર જનો અપમાનિત અનુભવી રહ્યા હતા. હાલ પોલીસ મોટા પુત્રની શોધ કરી રહી છે.

 

Related posts

કેશોદ : સાબલી નદીમાં ડૂબતા 3 કિશોરના મોત, ત્રણ કલાક ચાલ્યું રેસ્ક્યુ

Nilesh Jethva

આણંદના ઉંદેલ ગામે જૂથ અથડામણમાં બેના મોત, ગામમાં ભારેલા અગ્ની જેવી સ્થિતિ

Nilesh Jethva

ઉપરવાસમાં પાણીની આવક વધતા ઉકાઈડેમના ચાર ગેટ ખોલવામાં આવ્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!