GSTV
India News

તેલંગાણા / શર્મિલા રેડ્ડી સાથે પોલીસે કરેલા વર્તનની થઇ રહી છે ટીકા, જાણો શું છે સમગ્ર મામલો

હૈદરાબાદમાં તેલંગાણા સરકારનો વિરોધ કરતાં શર્મિલા રેડ્ડીને પોલીસે કાર સાથે ઉપાડી લીધાં તેની ટીકા થઈ રહી છે.  આંધ્ર પ્રદેશનાં મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીનાં બહેન અને YSRTPનાં પ્રમુખ તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆર સામે વિરોધ કરતા હતા ત્યારે પોલીસ શર્મિલાની કારને ક્રેનથી ખેંચીને ઢસડી ગઈ હતી. વારંગલમાં ક્રેનથી કાર ખેંચ્યા પછી પોલીસ શર્મિલાને હૈદરાબાદ લઈ આવી હતી.

શર્મિલા પોતાના સમર્થકો  સાથે પદયાત્રા કરવા માટે આવેલાં પણ પોલીસે શર્મિલાને કારમાંથી નીચે ઉતરવાની તક પણ નહોતી આપી.  શર્મિલા કારમાં બેઠાં હતા અને પોલીસ ક્રેન કારને ખેંચીને લઈ ગઈ હતી. જો કે શર્મિલાએ કારમાંથી કેસીઆર સામે નારેબાજી ચાલુ રાખી હતી. 

પોલીસના વર્તનના કારણે  શર્મિલાના જીવને ખતરો ઉભો થયો હતો પણ પોલીસે કોઈની વાત ગણકારી નહોતી. લોકો પોલીસને અત્યાચારી અને અમાનવિય ગણાવીને ટીકા કરી રહ્યા છે. શર્મિલાએ તેલંગાણાના લોકોને ચંદ્રશેખર રાવનો રાજકીય વિકલ્પ પૂરો પાડવા 2021માં YSRTPની સ્થાપના કરી હતી. વારંગલમાં કેસીઆર અને શર્મિલાની પાર્ટીના કાર્યકરો વચ્ચે મારામારી પણ થઈ હતી.

READ ALSO

Related posts

પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી

Nelson Parmar

વિકસિત ભારત માટે Vision 2047 લગભગ તૈયાર, પીએમ મોદી જાન્યુઆરીમાં કરશે લોન્ચ

Nakulsinh Gohil

મહારાષ્ટ્ર: કસારામાં રેલ્વે લાઇન પર માલગાડીના 2 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

Hardik Hingu
GSTV