GSTV
ANDAR NI VAT

કેન્દ્ર સરકાર તેલંગણા સાથે ભેદભાવ કરતી હોવાનો કેસીઆરનો આરોપ

તેલંગણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં રાજ્યની નાણાકીય સ્થિતિ પર વ્યાપક ચર્ચા થઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે ગત નાણાકીય વર્ષમાં રાજ્યના રાજસ્વમાં 15%ની વૃદ્ધિ થઈ છે.

તેના જવાબમાં મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે કહ્યું કે દેશની આવકમાં તેલંગણાનું વધુ યોગદાન હોવા છતાં કેન્દ્ર સરકાર દ્વારા તેને નાણાકીય સહાયમાં ભેદભાવ કરવામાં આવે છે.

છેલ્લાં એક વર્ષમાં વિવિધ યોજનાઓ અંતર્ગત કરાતા ફંડિંગમાં કેન્દ્ર સરકારે તેલંગણાને 12.9 ટકા ઓછી નાણાકીય સહાય કરી છે. કે.સી.આરે. આરોપ મૂક્યો કે કેન્દ્રની તર્કહીન નીતિઓને કારણે રાજ્યનો વિકાસદર રૂંધાઈ રહ્યો છે. દેશની કુલ જનસંખ્યામાં તેલંગણાની હિસ્સેદારી માત્ર 2.5% છે પરંતુ આવકમાં તેનું યોગદાન 5% ટકા છે. છેલ્લાં એક વર્ષમાં રાજસ્વની વૃદ્ધિમાં તેલંગણા સમગ્ર દેશમાં ટોચ પર રહ્યું છે.

READ ALSO

Related posts

જનનાયક જયપ્રકાશ નારાયણનું નામ વટાવી ખાવા માટે ભાજપ અને જેડીયુમાં હોડ જામી

HARSHAD PATEL

ભારત સાથેના સંબંધો વણસતાં અમેરિકાએ ફરીથી પાકિસ્તાનને છાવરવાનું શરૂ કર્યું

HARSHAD PATEL

આ રહ્યા અશોક ગેહલોતના ભાજપ કનેકશનના પુરાવા

Hemal Vegda
GSTV