GSTV
Home » News » હૉસ્ટેલમાં પાણીની થઇ અછત, પ્રિન્સિપાલે ઉડાવી દીધાં 150 વિદ્યાર્થીનીઓના વાળ!

હૉસ્ટેલમાં પાણીની થઇ અછત, પ્રિન્સિપાલે ઉડાવી દીધાં 150 વિદ્યાર્થીનીઓના વાળ!

તેલંગાણાના મેંઢકની એક આદિવાસી સ્કૂલમાં ચોંકવનારી ઘટના બની છે. સ્કૂલની 150 વિદ્યાર્થીનીઓને હોસ્ટેલમાં પાણીની અછતના કારણે વાળ કપાવી નાંખવા માટે મજબૂર કરવામાં આવી છે. આ ઘટના એક ગુરુકૂળની છે. જ્યાંના પ્રિન્સીપાલ કે.અરુણાએ જબરદસ્તી 150 વિદ્યાર્થીનીઓના વાળ કપાવી નાંખ્યા.

આ રીતે સામે આવ્યો સમગ્ર મામલો

તેમણે સ્નાન માટે પૂરતુ પાણી ન હોવાના કારણે આ પગલુ ભર્યુ. પ્રિન્સિપલના આ નિર્ણય બાદ સ્કૂલમાં તેમની વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યુ. આ ઘટના બે દિવસ પહેલાં ઘટી પરંતુ મંગળવારે આ ઘટના સામે આવી જ્યારે વિદ્યાર્થીનીઓના માતા-પિતા રવિવારે ગુરુકૂળમાં પોતાના સંતાનને મળવા આવ્યાં.

વિદ્યાર્થીનીઓને પૈસા આપવા મજબૂર કરી

એક અંગ્રેજી અખબારમાં દાવો કરવામાં આવ્યો છે કે સ્કૂલના પ્રિન્સિપાલ કે. અરુણાએ કથિતરૂપે બે વાળંદને હોસ્ટેલમાં બોલાવ્યા, જે બાદ તેમણે વિદ્યાર્થીનીઓને 25 રૂપિયા આપવા માટે મજબૂર કરી.

વાલીઓનો વિરોધ

આ સમગ્ર ઘટના બાદ વાલીઓએ પ્રિન્સિપાલ વિરુદ્ધ સ્કૂલની બહાર પ્રદર્શન કર્યુ. જો કે કે.અરુણાએ તમામ આરોપોને નકારી કાઢ્યા અને જણાવ્યું કે, સફાઇ માટે વિદ્યાર્થીનીઓના વાળ કપાવી નાંખ્યા કારણ કે કેટલીક વિદ્યાર્થીનીઓ ચામડીના રોગથી પિડિત હતી.

તેમણે જણાવ્યું કે વાળ વિદ્યાર્થીનીઓની સહમતિથી કપાવવામાં આવ્યાં છે અને હોસ્ટેલમાં પાણીની અછત પણ તેની પાછળનું કારણ છે. આ વચ્ચે જિલ્લા પ્રશાસન અને કલ્યાણ વિભાગે આ ઘટનામાં તપાસ હાથ ધરી છે.

Read Also

Related posts

અરૂણ જેટલીનો બજેટમાં લાજવાબ શાયરાના અંદાજ, ‘कुछ तो फूल खिलाये हमने और कुछ फूल खिलाने हैं’

Mayur

માત્ર થોડા હજારમાં ફરી શકો છો આખુ અઠવાડિયું યૂરોપમાં, આ રીતે કરો પ્લાનિંગ

NIsha Patel

PM મોદી-અમિત શાહ સહિત આ નેતાઓએ અરૂણ જેટલીના નિધન પર વ્યક્ત કર્યો શોક

Arohi
Do NOT follow this link or you will be banned from the site!