GSTV

વધુ એક આફત / અતિ ભારે વરસાદથી તેલંગાણા પાણી-પાણી, CM એ અધિકારીઓને આપ્યાં મહત્વના આદેશ

Last Updated on July 22, 2021 by Dhruv Brahmbhatt

તેલંગાણાના ઘણાં વિસ્તારોમાં ગત 24 કલાકથી પડી રહેલા ભારે વરસાદને કારણે જન જીવન ખોરવાયું છે. મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે અધિકારીઓને રેસ્ક્યૂ ઓપરેશન સહિતના આદેશ કર્યા છે. નરસાપુર અને નિર્મલ જીલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો છે.

નિર્મલ, નિઝામાબાદ અને આદિલાબાદ જીલ્લાના ઘણા વિસ્તારોમાં બુધવાર રાતથી વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે નદીઓ જોખમી સ્તરે વહી રહી છે. મુખ્યસચિવ સોમેશ કુમારે વરસાદ પ્રભાવિત 16 જીલ્લાના જીલ્લા અધિકારી અને પોલીસ અધિકારીઓ સાતે ટેલિકોન્ફરન્સ કરી સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે અધિકારીઓને જાનહાનિ થતી અટકાવવા પર યુદ્ધ સ્તરે કામ કરવા કહ્યું.

K. Chandrashekar Rao

તેલંગાણા CMO એ જાણકારી શેર કરતા જણાવ્યું કે, તેલંગાણામાં ભારે વરસાદના કારણે સીએમ ચંદ્રશેખર રાવએ મંત્રીઓ, ધારાસભ્યોને ગોદાવરી, કૃષ્ણા જલગ્રહણ વિસ્તારોમાં પોતાના મતદાર ક્ષેત્રોમાં રહેવા અને સ્થિતિ પર ધ્યાન રાખવા નિર્દેશ કર્યો છે.

CM કેસીઆરએ ટીઆરએસ નેતાઓ, કેડરને તેલંગાણા ભવનમાં ઉપલબ્ધ રહેવાનો પણ નિર્દેશ કર્યો. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, આગામી બે દિવસો માટે ભારે વરસાદનું અનુમાન છે. સીએમએ જણાવ્યું કે, નદીઓ અને ઝીલોમાં પાણીનું સ્તર વધવા વચ્ચે લોકોને ઘરમાંથી બહાર ન નીકળવાની પણ ખાસ સાવધાની રાખવાની જરૂર છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

લાગશે ઝટકો/ ગુજરાતી IPS રાકેશ અસ્થાનાના મામલે મોદી અને અમિત શાહની નહીં ચાલે મનમાની, આ છે સુપ્રીમ કોર્ટના ચૂકાદા

Pritesh Mehta

ખુશખબર/ દરેક ભારતીય માટે ઓગસ્ટ મહિનો અતિ સુખદ : PM મોદીએ ટ્વીટ કરીને આપી આ જાણકારી, જાણી લો શું થયા લાભ

pratik shah

રસ નથી જાઓ / ભાજપમાંથી ટીડીપીમાં આવવા ધમપછાડા છતાં મમતા પક્ષપલટુ મોંડલને ન મળ્યાં, એક કલાક એરપોર્ટ પર જોઈ રાહ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!