GSTV
Home » News » કેન્દ્ર સામે આ રાજ્યની લાલ આંખ કહ્યું, ‘નવા મોટર વ્હિકલ એક્ટથી લોકો પરેશાન’

કેન્દ્ર સામે આ રાજ્યની લાલ આંખ કહ્યું, ‘નવા મોટર વ્હિકલ એક્ટથી લોકો પરેશાન’

કેન્દ્ર સરકારના નવા મોટર વ્હીકલ એક્ટનો તેલંગાણાની સરકારે વિરોધ કર્યો છે. તેલંગાણાના સીએમ કે. ચંદ્રશેખર રાવે જણાવ્યુ હતુ કે, નવા મોટર વ્હીકલ એક્ટમાં દંડની જોગવાઈથી લોકો પરેશાન છે. જેથી તેલંગાણામાં આ કાયદો લાગૂ કરવામાં નહીં આવે. ચંદ્રશેખર રાવે આ પ્રકારની જાહેરાત વિધાનસભાના બજેટ સત્ર દરમ્યાન કરી છે.

રાજ્ય સરકાર ટ્રાફિકના નિયમને લાગૂ કરવા માટે પોતાનો નવો કાયદો લાવશે. અને આ નવા કાયદામાં લોકોને હેરાન-પરેશાન કરવાની કોઈ ગણતરી નહીં હોય. આ પહેલા પશ્વિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ પણ પશ્વિમ બંગાળમાં મોટર વ્હીકલ એક્ટ લાગૂ ન કરવાની જાહેરાત કરી હતી.

બંગાળ બાદ ઝારખંડમાં પણ નવો ટ્રાફિક નિયમ લાગૂ થવાનો નથી. કેમ કે, ઝારખંડમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે.

Read Also

Related posts

માનસિક સ્વાસ્થ્ય માટે સારું છે ચાનું સેવન, રિપોર્ટમાં આવ્યું તારણ

pratik shah

ઝઘડામાં સિદ્ધાર્થ ડેએ આરતીને કહી ચરિત્રહીન, કશ્મિરા બોલી- રમતમાં આ બધુ થાય છે

Kaushik Bavishi

ગાડી લઇને સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના છો તો આ નિયમ પાળજો નહીં તો પોલીસ કરશે ફરિયાદ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!