GSTV
Home » News » સરકારની આ તે કેવી હકુમત, અધિકારીઓ લાંચ માંગીને ખેડૂતો પાસે ભીખ મંગાવે છે!

સરકારની આ તે કેવી હકુમત, અધિકારીઓ લાંચ માંગીને ખેડૂતો પાસે ભીખ મંગાવે છે!

ભારત ખેતી પ્રધાન દેશ છે. એક પણ રાજકિય પક્ષ એવો નથી જે ખેડૂતોની ચિંતા ન કરતો હોય. તેમ છતાં દેશનાં ખેડૂતોની હાલત દયનીય છે. તેલંગાણામાં એક ખેડૂતનું કામ કરવા માટે સરકારી બાબુએ લાંચ માંગી. ખેડૂત પાસે પૈસા ન હતા. તેથી તેણે ભીખ માંગવી પડી. જો કે જિલ્લા કલેક્ટરને આ વાતની ખબર પડતા તેમણે અધિકારીને ખખડાવ્યા અને ગરીબ ખેડૂતને તેનો હક આપ્યો.

ઘટના છે તેલંગાણાંનાં જયશંકર ભૂપલપલ્લી જિલ્લાની. જ્યાં 75 વર્ષિય બસાવૈયા નામનાં ખેડૂતે પોતાની ખેડૂતપોથી માટે અરજી કરી હતી. જે માટે ખેડૂત બસાવૈયા અને તેની પત્નિ લક્ષ્મીએ તાલુકા મામલતદાર સત્યનારાયણનો સંપર્ક કર્યો હતો. મામલતદારે ખેડૂતપોથી આપવા માટે એક લાખ રૂપિયા આપવાની માંગ કરી હતી. જે પૈસા આપવા માટે ખેડૂત બસાવૈયા સક્ષમ ન હતો.

જો કે વાત આટલેથી ન અટકતા ખેડૂતને જ્યા-ત્યાં ધક્કા ખાઈને કંટાળ્યો હતો. અંતે પરેશાન ખેડૂતે લાંચ આપવાનાં પૈસા એકઠા કરવા માટે ભીખ માંગવાનું શરૂ કર્યુ. જો કે આ શર્મનાક ઘટનાની જાણ જિલ્લા કલેક્ટરને થઈ તો તેમણે ખેડૂતને પોતાની ઓફીસમાં બોલાવ્યો. ખેડૂતની આપવિતી સાંભળીને તેની ખરાઈ કર્યા બાદ તેને ખેડૂતપોથી આપી હતી.

ખેડૂત બસાવૈયા એ આરોપ લગાવ્યો કે અધિકારીઓ મારી જમીનનાં દસ્તાવેજમાં અન્ય લોકોનું નામ જોડવા માંગતા હતા. જો કે જિલ્લા કલેક્ટર વેંક્ટેશ્વરલૂને ખબર પડી તો તેમણે અમને બન્ને ને રૂબરૂ બોલાવીને મને ખેડૂતપોથી આપવામાં આવી હતી. જો કે મામલતદારનું કહેવું છે કે તેમણે કોઈ લાંચ માંગી નથી. પરંતુ ખેડૂતની જમીનનો એક ભાગ કાનૂની પ્રક્રિયામાં અટવાયેલો હતો. જિલ્લા કલેક્ટરે જણાંવ્યું હતું કે ખેડૂત દંપતિને ભીખ માગવા માટે કોણે મજબૂર કર્યા તેની તપાસ કરાશે.

Related posts

ન્યૂયોર્કમાં રહેતા બધિર વ્યક્તિએ પોર્ન વેબસાઈટો પર કર્યો કેસ, આ કારણે વિડિયોનો આનંદ ન માણી શકવાનો લગાવ્યો આરોપ

Mansi Patel

ડિસ્કાઉન્ટ જ ડિસ્કાઉન્ટ! 4,999 રૂપિયામાં ઘરે લઇ આવો આ કંપનીનું LED TV, ફરી નહી મળે આવી જબરદસ્ત ઑફર

Bansari

લેફ્ટીનેન્ટ જનરલ એસકે સૈની 25 જાન્યુઆરીએ નવા નાયબ સેના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!