અનામત મુદ્દે સવાલ કરતા મુખ્યપ્રધાને ગુમાવ્યો પિત્તો, કહ્યું- શું હું તારા બાપને વાત કરું?

તેલંગાણાના કાર્યવાહક મુખ્યપ્રધાન અને ટીઆરએસના અધ્યક્ષ કે. ચંદ્રશેખર રાવને કાગઝંગરના કોમારમ ભીમ આસિફાબાદની જાહેરસભામાં મુસ્લિમો માટે બાર ટકા અનામત મુદ્દે સવાલ કરાયો હતો. જાહેરસભામાં કે. ચંદ્રશેખર રાવને એક યુવક દ્વારા સવાલ કરવામાં આવતા તેમણે પોતાનો પિત્તો ગુમાવ્યો હતો. આ સભામાં કે. ચંદ્રશેખરરાવને ઓડિયન્સમાં બેઠેલા એક યુવકે ઉભા થઈને લગુમતીઓ માટે બાર ટકા અનામત મામલે સવાલ કર્યો હતો. તેને કારણે પિત્તો ગુમાવતા ટીઆરએસ પ્રમુખે કહ્યુ હતુ કે વાત કરીએ.

બેસો ખામોશ બેસો. એ જ બાર ટકા જ બોલ્યો. ખામોશ બેસી જાવ. કે. ચંદ્રશેખર રાવે ગુસ્સે થતા કહ્યુ હતુ કે બાર ટકા જ બોલ્યો. ચુપચાપ બેસી જા. બેસી જા.. બેસ ને… શું હું તારા બાપને વાત કરું? શા માટે તમાશો કરી રહ્યો છે? તેલંગાણા સરકાર દ્વારા મુસ્લિમ અને એસટી માટે અનામતના ક્વોટામાં વધારો કરવાની કરાયેલી વિનંતીને કેન્દ્ર સરકાર દ્વારા નહીં માનવા મામલે કે. ચંદ્રશેખરરાવે આકરા વાકપ્રહારો કર્યા હતા.

કેસીઆરે કહ્યુ હતુ કે શું આ દેશ તમારી જાગીર છે? તમે રાજા-મહારાજા છો? મહત્વપૂર્ણ છે કે મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયને 16 ટકા અનામતની જોગવાઈવાળું બિલ વિધાનમંડળમાં સર્વસંમતિથી મંજૂર થઈ ચુક્યું છે. ત્યારે તેલંગાણામાં પણ લઘુમતી સમુદાય માટે 12 ટકા અનામતની માગણીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે.

Read Also 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter