GSTV

બિહારમાં નીતિશ હારે તો પણ તેજસ્વી નહીં બને મુખ્ય પ્રધાન, હવે આ નેતાને સીએમ અને આમને બનવું છે ડેપ્યૂટી સીએમ

બિહારના રાજકારણમાં ઉથલપાથલ થઈ રહી છે. રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના કેટલાંક બળવાખોર નેતાઓ દ્વારા એવા સંકેતો આપવામાં આવી રહ્યા છે કે તે તેજસ્વી યાદવને પોતાનો નેતા માનવા તૈયાર નથી. આરએલએસપીના પ્રવક્તા ધીરજ કુશવાહાએ કહ્યું છે કે તેજસ્વી યાદવ આરજેડીના મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર છે, મહાગઠબંધન નહીં. મુખ્યમંત્રીના નામે મહાગઠબંધનમાં કોઈ વાત નથી. મહાગઠબંધનમાં મુખ્યમંત્રીનો સૌથી લાયક ચહેરો ઉપેન્દ્ર કુશવાહા છે. તેમનો લાંબો રાજકીય અનુભવ છે. તેમનું નામ બિહારના મોટા અને અનુભવી નેતાઓમાં આવે છે. જોકે, બિહારમાં ફરી નીતિશ અને મોદીની સરકાર બને તે માટે આવું કાવતું રચાયું હોવાનું માનવામાં આવે છે.

બીજી તરફ, વિકાસ ઇન્સાન પાર્ટીએ પણ ડેપ્યુટી સીએમ માટે દાવેદારી નોંધાવી છે. પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ મિશ્રાએ કહ્યું છે કે મહાગઠબંધનમાં મુકેશ સાહનીને નાયબ મુખ્ય પ્રધાનનો ચહેરો જાહેર કરવો જોઇએ. મહાગઠબંધનમાં નેતૃત્વનો અભાવ નથી. તેમણે પણ, ઉપેન્દ્ર કુશવાહાના મુખ્યમંત્રી પદના દાવાને સમર્થન આપતાં કહ્યું કે કેન્દ્રમાં મંત્રી રહી ચૂક્યા છે. રાજીવે વધુમાં કહ્યું કે જ્યાં સુધી યુવાનોની વાત છે તો આપણા નેતા મુકેશ સાહની પણ યુવા નેતા છે. અમે બિહારની ચિંતા કરીએ છીએ. લોકોની માંગ છે કે તેઓને નાયબ મુખ્ય પ્રધાન તરીકે રજૂ કરવામાં આવે. આ પણ અમારી પાર્ટીની માંગ છે. ભાઈ વીરેન્દ્ર કહે છે કે તેજસ્વી મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર બનશે. કોંગ્રેસના ટોચના નેતા રાહુલ ગાંધીએ ખુદ આ મામલે મહોર લગાવી છે. તેથી, હવે તે વિશે વાત કરવાની કોઈ અવકાશ નથી.

Related posts

IPL 2020: સૂર્યકુમાર યાદવ અને બુમરાહનો તરખાટ, મુંબઈનો પ્લે ઓફમાં પ્રવેશ

Bansari

ડાંગરના ખેડૂતો માટે આનંદના સમાચાર : સરકારે ખેડૂતોને ભાવ મળી રહે એ માટે લીધો મોટો નિર્ણય, આ તારીખ પણ લંબાવી

pratik shah

કોરોના વેક્સિન મુદ્દે PM મોદીનું મોટુ નિવેદન, દરેક લોકોને મળશે કોરોના વેક્સિન, કોઈને બાકાત નહીં રખાય

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!