બિહારમાં જંગલરાજથી મને લાગે છે ડર, કાકા નીતિશ કુમાર મારી સુરક્ષા વધારે

આરજેડીના પ્રમુખ લાલુપ્રસાદ યાદવના મોટા પુત્ર અને બિહારના ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન તેજપ્રતાપ યાદવને હવે બિહારમાં ડર લાગવા લાગ્યો છે. તેજપ્રતાપ યાદવે પત્રકારો સાથેની વાતચીતમાં બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યુ છે કે બિહારમાં મહાજંગલરાજ છે. બિહારમાં કોઈપણ સુરક્ષિત નથી. બિહારમાં હવે સામાન્ય લોકોની સાથે જ નેતાની પણ ક્યારે હત્યા થઈ જાય તેની ખબર નથી.

તેજપ્રતાપ યાદવે ક્હ્યુ છે કે તેમને પણ બિહારમાં ડર લાગે છે અને કાકા મુખ્યપ્રધાન નીતિશ કુમારને તેઓ વિનંતી કરે છે કે તેમની સુરક્ષામાં વધારો કરવામાં આવે. તેજપ્રતાપ યાદવે કહ્યુ છે કે મુખ્યપ્રધાન નીતિશ કુમાર ખુદને સામાન્ય વ્યક્તિ ગણાવી રહ્યા છે. તો તેઓ આટલા મોટા રસાલા સાથે કેમ ચાલે છે? બિહારમાં ઉપરથી લઈને નીચે સુધીના અધિકારીઓ ભ્રષ્ટ બની ચુક્યા છે. અધિકારીઓ કોઈની વાત સાંભળવા માટે તૈયાર નથી.

મહત્વપૂર્ણ છેકે પટના ખાતેના આરજેડીના કાર્યાલયમાં તેજપ્રતાપ યાદવ દરરોજ જનતા દરબાર યોજી રહ્યા છે અને લોકોની સમસ્સાય પણ સાંભળી રહ્યા છે. બિહારમાં તાજેતરમાં ઉપરાઉપરી હત્યાની ઘટનાઓ બાબતે તેમણે મુખ્યપ્રધાન નીતિશ કુમારને નિશાને લીધા છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter