GSTV

બિહારની ચૂંટણી સરળ છતાં ગુંચવણભર્યો કોયડો, તેજસ્વી અને ચીરાગ બિહારનો ઉભરતો ચહેરો બન્યા

Last Updated on November 12, 2020 by Mansi Patel

રાજકીય વિશ્લેષકો માને છે કે બિહારમાં ભલે એનડીએ અને નીતિશ કુમારની વાપસી થઇ હોય, પણ  આ સાથે જ ભાજપ અને જદયુના સંબધોમાં પરિવર્તન આવશે અને તે ભાજપની તરફેણના હશે. તો બીજી તરફ મહાગઠબંધનના નેતા તેજસ્વીએ અત્યંત પ્રભાવી દેખાવ કર્યો હતો જેમાં અન્ય પરિબળો તેમનો યોગ્ય સાથ આપ્યો હતો.

એક અન્ય સબક જે આ ચૂંટણીમાંથી શીખવાનું છે તે એ કે લાખો બિહારી મજુરોને નોકરી છોડી લોકડાઉનમાં પોતાના ઘરે પરત ફરવું પડયું હતું છતાં મોટા ભાગના લોકોએ વડા પ્રધાન મોદીમાં વિશ્વાસ મૂક્યો હતો. આર્થિક સમસ્યા તો લોકપ્રિય એજન્ડા હતો જ. તેજસ્વી યાદવે માત્ર આ મુદ્દે જ અનેક સભાઓ સંબોધી હતી અને એક ઉભરતા યુવા નેતા તરીકે આગળ આવ્યા હતા.

ઉપરાંત આ ચૂંટણીમાં આગામી પેઢીને નેતાઓ પણ દેશને મળ્યા હતા.નીતિશની વાપસી છતાં હવે બિહારમાં નીતિશ પછી કોણ તેના પર જ રાજકારણ રમાશે. બસ આ જ કારણ એનડીએમાં ઉથલપાથલ પેદા કરશે. ઉપરાંત હવે રાજકીય પ્રયોગો પણ કરાશે. તેજસ્વી યાદવ પર હવે સોની મીટ મંડાશે. ચિરાગ પાસવાને નીતિશને મોટું નુકસાન કરાવ્યું હોવા છતાં એને પણ લોકો ભુલશે  નહીં.

READ ALSO

Related posts

સમયસર લોન ચુકવનાર ખેડૂતોને રાજ્ય સરકાર આપી રહી છે આ ભેટ, જાણો શું છે સમગ્ર યોજના

Vishvesh Dave

બ્યુટી ટિપ્સ : પગની સાર-સંભાળ રહે છે આ ફ્રૂટ સ્ક્ર્બ વિના અધૂરી, આજે જ જાણો ઉપયોગની રીત અને મેળવો લાભ

Zainul Ansari

શું તમે પ્રથમ વખત ફાઇલ કરી રહ્યા છો ઇનકમ ટેક્સ રિટર્ન? જાણો નવા પોર્ટલ પર કેવી રીતે કરાવવું રજીસ્ટ્રેશન

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!