તેજસ્વી યાદવની માયાવતી સાથે મુલાકાત, પૂર્વ નાયબ મુખ્યપ્રધાન પૂર્વ મુખ્યપ્રધાનને પગે લાગી આવ્યા

બિહારના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવે સપા અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે લખનઉમાં મુલાકાત કરી છે. આ પહેલા મોડી રાત્રે બસપા અધ્યક્ષ માયાવતી સાથે મુલાકાત કરી હતી. ઉત્તર પ્રદેશમાં સપા અને બસપા વચ્ચે ગઠબંધન થવાના કારણે આરજેડી એક્શનમાં આવી છે. આરજેડી યુપીમાં ગઠબંધનમાં સામેલ થવાની માગ કરી રહી છે. અખિલેશ યાદવનો આરોપ છે કે, દેશમાંથી ભાજપને સત્તામાંથી હટાવવા માટે મજબૂત ગઠબંધનની જરૂર છે. જેની શરૂઆત યુપીથી થઈ ચુકી છે. દેશમાં સંઘ અને ભાજપને હટાવવાની શરૂઆત થઈ ચુકી છે.

લાલુના ભાજપ પર પ્રહાર

આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે ભાજપ પર આકરા પ્રહાર કર્યા. લાલુ યાદવે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યુ હતુ કે, ભાજપના ખોટા વાયદાથી દેશની જનતા દૂર રહે. ભાજપ દેશમાં જાતિવાદનું ઝેર ફેલાવીને રાજનીતિ કરી રહ્યુ છે. આ ઉપરાંત લાલુ યાદવે સંઘ ઉપર પર પ્રહાર કર્યા હતા.

લાલુએ કહ્યુ કે, ભાજપને દેશમાંથી સાફ કરવાની રાજનીતિ યુપી અને બિહારથી શરૂ થવાની છે. જેની શરૂઆત થઈ ચુકી છે. આ સાથે તેમણે લોકોને સંઘથી દૂર રહેવાની અપિલ પણ કરી હતી. લાલુ યાદવ છેલ્લા ઘણા સમયથી સક્રિય રાજનીતિથી દૂર છે. લાલુ યાદવ હાલમાં ઘાસચારા કૌભાંડમાં જેલમાં કેદ છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter