GSTV

ભાજપે ભાવ ના આપતાં ચિરાગ તેજસ્વી સાથે જશે, કાઢ્યો બળાપો કે હનુમાન સાથે અન્યાય ત્યારે રામ ચૂપ

ચિરાગ

Last Updated on June 24, 2021 by Bansari

ભાજપે સાથ છોડી દેતાં એકલા પડી ગયેલા ચિરાગ પાસવાન તેજસ્વી યાદવ સાથે હાથ મિલાવે એવા સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે. કાકા પશુપતિ પારસે બળવો કરીને ચિરાગને હટાવીને એસજેપી પર કબજો કરી લેતાં ચિરાગે મોદી પાસે મદદ માગી છે પણ મોદીએ ચિરાગની વાતનો કોઈ હકારાત્મક પ્રતિસાદ આપ્યો નથી.

ચિરાગ

ચિરાગ પાસે બચ્યો છે આ વિકલ્પ

ભાજપ તો પહેલાં જ હાથ અધ્ધર કરી ચૂક્યો છે એ જોતાં ચિરાગ પાસે તેજસ્વી યાદવની આરજેડી સાથે જોડાણ કરીને રાજકીય અસ્તિત્વ ટકાવવાનો વિકલ્પ બચ્યો છે.

ચિરાગ

ચિરાગના પાંચ ટકા મતદારો આપી શકે છે તેજસ્વીને ભાજપ-જેડીયુ બંનેને પછાડવાની તાકાત

તેજસ્વી ચિરાગ સાથે જોડાણ માટે આતુર છે. ચિરાગે દિલ્હીમાં કરેલા શક્તિપ્રદર્શને સંકેત આપ્યો છે કે પારસે ભલે બળવો કરીને પક્ષ પર કબજો કરી લીધો પણ રામવિલાસ પાસવાનના વફાદારો ચિરાગ સાથે છે.

પાસવાન સમુદાયના બિહારમાં છ ટકા મતદારો છે. એકાદ ટકા મતદારો પારસ સાથે જાય તો પણ બાકીના પાંચ ટકા મતદારો ચિરાગ સાથે રહે ને બહુ મોટો ફરક પાડી શકે. ચિરાગના પાંચ ટકા મતદારો તેજસ્વીને ભાજપ-જેડીયુ બંનેને પછાડવાની તાકાત આપી શકે છે.

Read Also

Related posts

મેટ્રોમાં સફર કરવા વાળા માટે મોટી રાહત! હવે 100% ક્ષમતા સાથે ચાલશે, પેરંતુ આ લોકો પર પ્રતિબંધ

Damini Patel

પહેલો સગો પાડોશી: મુશ્કેલીના સમયમાં ભારતે કરી મદદ, 200 ટન ઓક્સિજન ભરેલી આખી ટ્રેન બાંગ્લાદેશ મોકલાવી

Pravin Makwana

ભારતીય સૈન્યની ચીની દળોને અંકુશમાં રાખવા પૂર્વ લદ્દાખ ક્ષેત્રમાં લગભગ 50,000 દળોને ગોઠવ્યા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!