GSTV
World

Cases
5409909
Active
7551514
Recoverd
583965
Death
INDIA

Cases
331846
Active
612815
Recoverd
24915
Death

તેજસ બની ગરીબો માટે માથાનો દુખાવો, પાંચ ટ્રેન ત્રણ કલાક 23 મીનિટ મોડી પડી

ટ્રેનોની લેટલતીફીથી મુસાફરો પરેશાન છે. તેજસ એક્સપ્રેસના કારણે સરકારે ગરીબોની ટ્રેનને બાજુમાં હડસેલી છે. તેજસના કારણે રવિવારે પાંચ જેટલી ટ્રેન ત્રણ કલાકથી 23 મીનિટ સુધી લેટ પડી. સુવિધાના નામે સરકારે અમીર અને ગરીબમાં ભેદ પડવાના કારણે મુસાફરો પરેશાન થઈ રહ્યા છે. મુસાફરોનું કહેવુ છે કે, રેલવે વિભાગ ખાનગી તેજસ ટ્રેનને સમયસર દોડાવવા માટે એકસામાટી 33 ટ્રેનોના સમયમાં ફેરફાર કરીને 11 મિનિટ સુધી લેટ કરી તેજસ માટે રસ્તો સાફ કરી શકે તો વર્ષોથી વિવિધ કારણોસર જે ટ્રેનો મોડી ચાલે છે તેને નિયમિત કરવાનું કેમ સુઝતુ નથી.

કામગીરી એક સરખી પણ ભાડા જુદા

અમદાવાદ-મુંબઈ વચ્ચે રોજ ડબલ ડેક્કર શતાબ્દી અને દુરન્તો ચાલે છે. આ ટ્રેનો પણ એસી કોચ વાળી છે. તેજસને મુંબઈ પહોંચતા 6 કલાક જેટલો સમય લાગે છે જ્યારે બાકીની ટ્રેનને સાડા છ કલાક જેટલો સમય લાગે છે. તેમ છતા શતાબ્દી, દુરન્તો અને તેજસના કોચ સરખા હોવા છતા ટ્રેનના ભાડા જુદા છે.

કઈ ટ્રેનો બની લેટ લતીફીની ઉદાહરણ ?

ટ્રેનસમય
દરભંગા-અમદાવાદ એક્સપ્રેસ૩:૧૯ મિનિટ
જેસલમેર-બાન્દ્રા ટર્મિન્સ૩:૫૫ મિનિટ
શ્રીગંગાનગર-બાન્દ્રા ટર્મિન્સ૨:૧૪ મિનિટ
વારાણસી-ઓખા એક્સપ્રેસ૧:૪૬ મિનિટ
અમૃતસર-મુંબઈ સેન્ટ્રલ૨૩ મિનિટ

READ ALSO

Related posts

આ કારણે ભારતમાં થાય છે દર વર્ષે 15.73 લાખ લોકોનાં મોત, Corona કરતાં પણ વધારે સંભાળ રાખવાની છે જરૂર

pratik shah

પગમાં આવા નિશાન દેખાય તો તમને પણ થઇ શકે છે કોરોના, આવા છે ઘાતક વાયરસના નવા લક્ષણો

Bansari

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યા આ 11 લક્ષણો, જાણો તમને કોરોના તો નથીને

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!