GSTV

તેજસ એક્સપ્રેસ આજથી શરૂ : દશેરા અને દિવાળીમાં 5 વિશેષ ટ્રેન દોડાવવાનો રેલવેનો પ્લાન

Last Updated on October 17, 2020 by Mansi Patel

7 મહિના બાદ ફરી તેજસ એક્સપ્રેસ આજથી શરૂ કરવામાં આવી છે. તેજસ એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનથી બપોરના 3 કલાક 35 મિનિટ નીકળશે અને અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર રાતે 9.55 મિનિટે પહોંચશે. રેલવે દશેરા અને દિવાળીના તહેવારો નિમિત્તે 5 વિશેષ ટ્રેન દોડાવશે.

તેજસ ટ્રેનમાં મુસાફરોને સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસાડવામાં આવશે. તેમજ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે.તેજસ ટ્રેનમાં કોરોના પ્રોટેક્શન કીટ મુસાફરોને અપવમાં આવશે. જેમાં માસ્ક, મોજા, સેનીટાઈઝર સહિત અન્ય જરૂરી વસ્તુઓ આપવામાં આવશે.

આ અંગે આ ઝોનના આરઆરસીટીસીના સહાયક મેનેજર એમ.એચ.ખાનના જણાવ્યા મુજબ ટ્રેનમાં બે મુસાફરો વચ્ચે એક સીટ ખાલી રખાશે. ટ્રેન તેની કુલ કેપીસીટીના અડધા મુસાફરો સાથે લઇ જવાશે. તેજસ ટ્રેનને વિશેષ સ્તર પર અંધેરી રેલવે સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે.

દરેક મુસાફરે આરોગ્યસેતુ એપ ડાઉનલોડ કરવી ફરજિયાત રહેશે. દરેક કોચમાં ટ્રેનના આગમન અને પ્રસ્થાન સમયે સેનેટાઇઝેશન કરાશે. દરેક કોચમાં કોરોના ગાર્ડ મૂકવામાં આવશે.

થર્મલ સ્ક્રિનિંગ કરાશે. માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. જેના પર વિશેષ દેખરેખ રાખવામાં આવશે. મુસાફરોને ટ્રેનમાં ચા-નાસ્તો અને ભોજન પણ મળી રહેશે. કોવિડ-૧૯ના નિયમો મુજબ ઠંડી ચીજવસ્તુઓ આપવામાં નહીં આવે. મુસાફરોને ટ્રેનમાં મફતમાં માસ્ક, સેનેટાઇઝર સહિતની કીટ અપાશે.

Related posts

IPL 2021 / ધોનીની કપ્તાનીનો જલવો કાયમ, ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈને 20 રને હરાવ્યું

Zainul Ansari

વાઇરલ વિડીયો / બીનની ધૂન પર આ વ્યક્તિએ નાગિન બનીને કર્યો જબરદસ્ત ડાન્સ,જોઈને તમે પણ થઈ જશો હસીને લોટ પોટ

Vishvesh Dave

ખુશખબર / હવે રેશનકાર્ડ સાથે સંબંધિત દરેક સમસ્યાઓનું આવશે તાત્કાલિક નિવારણ, કોમન સર્વિસ સેન્ટર પર મળશે આ સુવિધા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!