GSTV
Home » News » કાંવડ લઈને બાબા વૈદ્યનાથ જવા રવાના : 120 કિલોમીટર કરશે પદયાત્રા, અોળખો કોણ છે?

કાંવડ લઈને બાબા વૈદ્યનાથ જવા રવાના : 120 કિલોમીટર કરશે પદયાત્રા, અોળખો કોણ છે?

લાલુપ્રસાદ યાદવના મોટા પુત્ર અને બિહારના ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન તેજપ્રતાપ યાદવ ભગવાન કૃષ્ણ બાદ ભગવાન શંકરની વેશભૂષામાં જોવા મળ્યા છે. તેજપ્રતાપ યાદવ પોતાના ટેકેદારો સાથે પટનાથી કાંવડ લઈને બાબા વૈદ્યનાથ જવા માટે રવાના થયા છે. તેજપ્રતાપ યાદવે હાથમાં ત્રિશૂલ, ડમરુ અને કમંડળ ધારણ કર્યા હતા. તેની સાથે શરીર પર ભસ્મ અને ગળામાં રુદ્રાક્ષની માળા પણ પહેરી હતી.

કાંવડ લઈને તેજપ્રતાપ 120 કિલોમીટર દૂર દેવધર પહોંચશે અને બાબા વૈદ્યનાથને જળ અર્પણ કરશે. તેમણે દેવધર રવાના થતા પહેલા મંદિરમાં ભગવાન શંકરની પૂજા કરીને શંખ પણ વગાડયો હતો. પિતા લાલુપ્રસાદ યાદવના લાંબા આયુષ્યની કામના અને બિહારમાં ખુશહાલીની પ્રાર્થના કરવા તેઓ બાબા વૈદ્યનાથના દર્શન કરવા કાંવડ લઈને પહોંચી રહ્યા છે.

Related posts

સેક્સ માણવાથી થઇ ગયો ડેન્ગ્યુ, રિપોર્ટમાં આ જોઇને ડોક્ટર્સ પણ રહી ગયાં દંગ

Bansari

મોબાઈલ ધારકો માટે આવ્યા અત્યાર સુધીના સૌથી ખરાબ સમાચાર, કંપનીઓ હવે તેજીનો લાભ લેવાના મૂડમાં

Bansari

બેંકોમાં હવે પાનકાર્ડને બદલે આધારકાર્ડ પણ ચાલશે, સરકારે જુઓ બદલી દીધા આ નિયમો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!