GSTV
India News Trending

મેં તો ના પાડેલી કે હમણાં લગ્ન નથી કરવા : તેજ પ્રતાપ યાદવ

રાજદ અધ્યક્ષ અને લાલુ પ્રસાદ યાદવના દિકરા તેજ પ્રતાપ યાદવે એશ્વર્યા સાથેના પોતાના વિવાહનો અંત આણવાનો નક્કી કર્યું છે. એ સાથે જ મીડિયામાં આ મુદ્દો હાઇલાઇટ બની ગયો છે. કારણ કે તેજ પ્રતાપ અને એશ્વર્યાના લગ્નને હજ 6 મહિના પણ માંડ થયા હતા ત્યાં છૂટાછેડાની વાતથી પરિવારજનો પણ પરેશાન છે.

મીડિયા સાથે વાત કરતા તેજ પ્રતાપે કહ્યું હતું કે, એ વાત સાચી છે કે મેં છૂટાછેડા માટે અરજી દાખલ કરી છે. કોર્ટમાં અરજી દીધી છે, હવે ન્યાય માટે અમે લડીશું. ઘુટી ઘુટીને જીવવાથી શું ફાયદો, એશ્વર્યા હાઇ સોસાયટીની છે. મારો અને તેનો મેળ નથી ખાતો, કમાનથી તીર નીકળી ચૂક્યું છે અને અંજામ સુધી પહોંચીને રહેશે. એ ખોટી વાત છે કે હું એશ્વર્યાને બાળપણથી જાણું છું.

તેજ પ્રતાપે મીડિયા સાથે વાતચીત કરતા વધુ જણાવ્યું હતું કે, ઘરમાં કોઇ સમસ્યા તો ચાલી રહી હતી, જેના કારણે મારી અને એશ્વર્યાની વચ્ચે મેળ નહોતો ખાઇ રહ્યો. હું પૂજા પાઠ અને ધર્મ સાથે જોડાયેલો વ્યક્તિ છું. ત્યાં સુધી કે મેં મારા માતા પિતાને પણ સમજાવાનો પ્રયત્ન કર્યો કે મારો અને તેનો મેળ નથી ખાઇ રહ્યો. જેની વચ્ચે મને જબરદસ્તી મોહરો બનાવવામાં આવ્યો. અમારા કુટુંબના લોકો પણ અમારો સાથ નહોતા આપી રહ્યા. મેં તો ના પાડેલી કે હમણાં લગ્ન નથી કરવા, પણ તે લોકો માન્યા જ નહીં. છેલ્લા બે મહિનાથી મારી અને એશ્વર્યાની વચ્ચે કોઇ વાતચીત થઇ નહોતી. પરિવારના તમામ લોકોને બધી જ ખબર છે. એશ્વર્યા બધાની સાથે લડાઇ કરતી હતી. તેમના  વ્યવહાર મામલે પણ કંઇ છુપેલુ નથી. જે થયું તે સામે જ થયું છે. અમે જરૂર લડીશું.

12 મેના રોજ તેજ પ્રતાપ યાદવ અને એશ્વર્યાના લગ્ન થયા હતા. જેમાં બિહાર સહિત ભારતના મોટી રાજકીય હસ્તીઓએ ભાગ લીધો હતો, પણ તેજ પ્રતાપે કાલે જાહેર કરી દીધું કે એશ્વર્યા સાથે હવે તેમને અણબનાવ રહે છે અને આ માટેની તેમણે ડિવોર્સ નોટિસ ફાઇલ કરી છે.

READ ALSO 

Related posts

ભારત જાતીય સમાનતાના મામલમાં પાછળ, યુએનની રિપોર્ટમાં થયો આ ખુલાસો

Akib Chhipa

કતારની ટીકા યુરોપિયન દેશોની બેવડી નીતિ, ખાડી દેશના લોકોએ કર્યો બચાવ

Akib Chhipa

દિલ્હી કોર્પોરેશન ચૂંટણી પહેલા જ ‘આપ’ પાર્ટીને ફટકો, ત્રણ  ભૂતપૂર્વ ધારાસભ્યો ધારણ કર્યો કેસરિયો

Akib Chhipa
GSTV