GSTV

લાલુના આધ્યાત્મિક દિકરાએ બિહારના મુખ્યમંત્રીનું જેન્ડર બદલી નાખ્યું

રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના નેતા અને બિહારના ભૂતપૂર્વ સ્વાસ્થ્ય મંત્રી તેજ પ્રતાપ યાદવે મુખ્યમંત્રી નીતીશ કુમારને લઈને વિવાદાસ્પદ નિવદેન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, નીતીશ કુમારજી, કુમાર નહીં કુમારી છે. તેમણે નાયબ મુખ્યમંત્રીને સુશીલ કુમારી મોદી તરીકે સંબોધ્યા હતા.

આરજેડીના અધ્યક્ષ લાલુ યાદવના મોટા દિકરા તેજ પ્રતાપે બિહારના વર્તમાન સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડેય પર નિશાન સાધતા જણાવ્યું છે કે, તેઓ અમંગલ પાંડે છે. જ્યારથી આવ્યા છે, ત્યારથી અમંગળ થઈ રહ્યું છે.તેમણે જણાવ્યું હતું કે, નીતીશ કુમાર અને સુશીલ કુમાર મોદીએ લગ્ન કરી લીધા છે. હવે તેઓ નીતીશ કુમારી થઈ ગયા છે. તેજ પ્રતાપે સીએએ અને એનઆરસીને કાળો કાયદો ગણાવતા જણાવ્યું હતું કે, જો મારા પિતા લાલુ યાદવ જેલથી બહાર હોત તો સમગ્ર બિહારને બતાવી દેત. આ લોકો તેમનાથી જ ડરે છે.

બિહારના જેડીયુ-ભાજપના ગઠબંધન પર તેજ પ્રતાપે જણાવ્યું હતું કે, આ લોકો અમને છોડીને ભાગ્યા છે હવે ક્યારેક પરત પણ આવશે, પરંતુ અમે તેમને સ્વીકારીશું નહીં. તેમણે સીએએ-એનઆરસી મુદ્દે નીતીશ કુમારને આડે હાથ લેતા જણાવ્યું કે, નીતીશજી સંઘ અને ભાજપની આગળ ઝૂકી ગયા છે.

READ ALSO

Related posts

અક્ષય કુમારે અયોધ્યા રામમંદિર માટે આપ્યું દાન, યુઝર્સે કર્યો સવાલ- ‘રામસેતુ’ ફિલ્મનું પ્રમોશન તો નથી ને…

Ali Asgar Devjani

મમતાના ગઢમાં હવે શિવસેના પણ કૂદી, ઉદ્ધવે કરી બંગાળ વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત

Ali Asgar Devjani

ચીખલી/ સોલધરા ગામે તળાવમાં બોટ પલટી ખાતા બે લોકોના મોત, 15 લોકો હતા સવાર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!