GSTV
Home » News » PM મોદી સામે વારાણસીમાં લોકસભાની ચૂંટણી લડવાનું આ જવાનનું સપનું રહ્યુ અધુરુ

PM મોદી સામે વારાણસીમાં લોકસભાની ચૂંટણી લડવાનું આ જવાનનું સપનું રહ્યુ અધુરુ

PM નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ચૂંટણી લડનાર સપાના ઉમેદવાર અને બીએસએફના પૂર્વ જવાન તેજ બહાદુરની ઉમેદવારી રદ્દ કરવામાં આવી છે.  જેથી પીએમ મોદી વિરૂદ્ધ સપાના ઉમેદવાર શાલિની યાદવ ચૂંટણી લડશે. ચૂંટણી પંચ દ્વારા ફટકારવામાં આવેલી નોટિસ બાદ ચૂંટણી અધિકારીએ તેજ બહાદુરનુ ઉમેદવારી પત્રક રદ્દ કરી દીધુ હતુ. મંગળવારે ઉમેદવારી પત્રકની તપાસ દરમ્યાન ચૂંટણી પંચને તેજ બહાદુર અંગે અલગ-અલગ માહિતી મળી હતી. જે બાદ આ મામલે તેજ  બહાદુરને નોટિસ ફટકારવામાં આવી હતી.  ઉમેદવારી રદ્દ થતા તેજ બહાદુરે જણાવ્યુ હતુ કે, ભાજપના ઈશારે ચૂંટણી પંચ કામ કરી રહ્યુ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સીએમ યોગી આદિત્યનાથના કારણે મારી ઉમેદવારીને રદ્દ કરવામાં આવી છે.

વારાણસી લોકસભા બેઠક પરથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તેજ બહાદુર યાદવને ચૂંટણી પંચે નોટિસ મોકલી છે. બીએસએફમાંથી બરતરફ કરાયેલા જવાન તેજ બહાદુર યાદવે અગાઉ અપક્ષ અને પછી સપાના ચૂંટણી ચિહ્ન પર નોમિનેશન દાખલ કર્યુ હતું. 

પ્રથમ વખતના નોમિનેશનમાં તેમણે જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારને કારણે તેમને સેનામાંથી બરતરફ કરવામાં આવ્યા હતાં પણ બીજા નોમિનેશનમાં તેમણે આ અંગેની માહિતી આપી ન હતી. મંગળવારે ફોર્મની ચકાસણી પછી જિલ્લા ચૂંટણી કાર્યાલયે તેજ બહાદુરને નોટિસ જારી કરી ૧ મે સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે. ચૂંટણી પંચે જણાવ્યું છે કે જો તેજ બહાદુર યાદવ પ્રમાણ નહીં આપે તો તેમનું ફોર્મ રદ કરવામાં આવી શકે છે. 

ચૂંટણી પંચે ફટકારેલી નોટિસ મુજબ તેજ બહાદુરે ૨૪ એપ્રિલે અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યુ હતું. તે સમયે તેમણે સોગંદનામામાં જણાવ્યું હતું કે તેમને ભ્રષ્ટાચારને કારણે નોકરીમાંથછી દૂર કરવામા આવ્યા હતાં. જો કે ૨૯ એપ્રિલે જ્યારે તેણે સપામાંથી ફોર્મ ભર્યુ તો તેમણે આ અંગેની કોલમમાં ના લખ્યું હતું. જેનો અર્થ થાય છે કે તેમને ભ્રષ્ટાચારને કારણે નોકરીમાંથી હટાવવામાં આવ્યા ન હતાં.

READ ALSO

Related posts

અહો આશ્ચર્યમ્ ! વાયોલિન વગાડતા વગાડતા મગજનું ઓપરેશન કરાવ્યું

Pravin Makwana

મોદી સરકાર ‘મંદી’ શબ્દને સ્વિકારવા તૈયાર જ નથી, જો સમસ્યાઓની ઓળખ નહીં થાય તો…

Pravin Makwana

રામ મંદિર નિર્માણ માટે બનેલા ટ્રસ્ટની પ્રથમ બેઠક મળી, આટલા લોકોને મળી વિશેષ જવાબદારીઓ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!