GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

ચૂંટણી પંચમાં સાધ્વી પ્રજ્ઞાની ઉમેદવારી સામે ફરિયાદ

માંલેગાંવ બ્લાસ્ટ કેસમાં આરોપી સાધ્વી પ્રજ્ઞા વિરુદ્ધ પૂર્વ કોંગ્રેસ નેતા તહસીન પૂનાવાલાએ ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. તહસીન પૂનાવાલાએ ચૂંટણી પંચ પાસે સાધ્વી પ્રજ્ઞાને ચૂંટણી લડવા પર પ્રતિબંધની માંગ કરી છે. પૂનાવાલાએ કહ્યું કે સાધ્વીની વિરુદ્ધ આતંકવાદી ઘટનાઓમાં સાથ આપવાનો કેસ ચાલી રહ્યો છે. તે જામીન પર બહાર છે. તેવામાં તેમણે ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવામાં આવે.

તહસીન પૂનાવાલાને સાધ્વી પ્રજ્ઞાને ભોપાલમાંથી ઉમેદવારી નોંધાવા પર સવાલો કર્યા. અને ચૂંટણી પંચને દખલ કરવાની પણ માંગ કરી છે. પત્રની શરૂઆતમાં લખવામાં આવ્યું કે “ આ પત્રને મારી તરફથી ફરિયાદ પત્ર ગણવામાં આવે. હું ચૂંટણી પંચનું ધ્યાન દોરાવા માગું છે. કે 17 એપ્રિલ 2019ના રોજ ભારતીય જનતા પાર્ટીએ ભોપાલની લોકસભા સીટ માટે માલેગાંલ બ્લાસ્ટનાં મુખ્ય આરોપીમાંથી એક પ્રજ્ઞા ઠાકુરને ટીકિટ આપી છે. મહારાષ્ટ્રની ATSએ 29 સપ્ટેમ્બર 2008નાં  માલેગાંવ બ્લાસ્ટમાં સાધ્વી પ્રજ્ઞાને મુખ્ય કાવતરાખોર તરીકે માન્યું છે. આ બ્લાસ્ટમાં 6 લોકોના મોત નીપજ્યા હતા.અને 101 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

પૂનાવાલાએ કહ્યું કે સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પર ભારતીય દંડ સહિતા અને અન્ય ગંભીર અધિનિયમોની કલમો હેઠળ અનેક ગંભીર ગુનાઓના કેસ ચાલી રહ્યા છે. અત્યારે તેઓ સ્વાસ્થ્યનાં કારણોનાં કારણે જામીન પર બહાર છે. તેમણી પર હત્યાનો પ્રયાસ, ગુનાખોરી કાવતરુ અને સમાજમાં ઘૃણા ફેલાવાનાં આરોપ છે. આ મામલાઓને મુખ્ય મુદ્દાઓ બનાવી પૂર્વ કોંગ્રેસ નેતા તહસીન પૂનાવાલાએ ચૂંટણી પંચને અપીલ કરી છે કે સાધ્વી પ્રજ્ઞાની ઉમેદવારી રદ્દ કરવામાં આવે. અને પ્રજ્ઞા ઠાકુરને ચૂંટણી લડવા દેવામાં ન આવે. સાધ્વી પ્રજ્ઞા પર આતંકવાદ જેવા ગંભીર ગુનાઓ છે. હાર્દિક પટેલ પર રમખાણો ફેલાવવાનો આરોપ છે. હાર્દિક પટેલને ચૂંટણી પંચે ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂક્યો છે.

READ ALSO

Related posts

દમણ અને મહારાષ્ટ્રના અલીબાગમાં ટકરાશે વાવાઝોડું, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 70 થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે

Nilesh Jethva

ઓફિસમાં આ 5 વસ્તુઓ ખાતા હોવ તો આજે જ બંધ કરી દેજો, થાય છે એવું નુકશાન કે વિશ્વાસ નહીં આવી

Arohi

અનલોક-1: 8 જૂનથી ક્યાં સુધી વેકેશન લંબાશે? નિર્ણય ન લેવાતા શાળા-વાલીઓ મૂંઝવણમાં

Bansari
Do NOT follow this link or you will be banned from the site!