GSTV
Health & Fitness Life Trending

દાંતને ચમકાવવાની લ્હાયમાં ક્યાંક ખોઈ ના બેસતા, આ 5 કારણોથી કમજોર થતા હોય છે તમારા દાંત

કોઈપણ માણસની ઉંમર થાય એમ શરીર એનો પ્રભાવ બતાવે છે. ઘણાંને ગઢપણમાં વાળ સફેદ થાય છે. પરંતુ હાલના ખાનપાનને પગલે યુવાઓને પણ વાળ સફેદ થઈ જાય છે. ગઢપણમાં દાંત પણ કમજોર થઈ જતા હોય છે. પરંતુ ઘણા લોકોને ખબર નથી કે દાંતને સ્વસ્થ અને મજબૂત રાખવા માટે શું કરવું જોઈએ ? માત્ર ખટ્ટા મીઠા અને ઠંડા પદાર્થો જ નહીં પરંતુ ઘણી એવી વસ્તુ છે, જે દાંતોને કમજોર કરી નાંખે છે. દાંતને સ્વસ્થ રાખવા માટે એવી ટેવ કે વસ્તુઓનું સેવન ના કરો જેનાથી તમારા દાંત કમજોર થઈ જતા હોય છે.

વધારે વર્કઆઉટ કરવુ

ઘણા અભ્યાસમાં એવી વાત સામે આવી છે કે જરૂરિયાતથી વધુ વર્કઆઉટ અથવા એક્સરસાઈઝ કરવાથી દાંત કમજોર થઈ શકે છે. તમારા વર્કઆઉટનું શેડ્યુલ જેટલુ લાંબું હોય છે, તેટલી જ દાંતોમાં કેવિટીની સંભાવના હોય છે. એવું કહેવાય છે કે વર્કઆઉટના સમયે મોઢામાં લાળ ઓછી બને છે. જે દાંતોને પ્રભાવિત કરે છે.

દાંતોને દબાવીને ઉંઘવાની ટેવ

ઘણા લોકોની એવી ખરાબ આદત પડી ગઈ હોય કે ઊંઘે ત્યારે દાંતને કચકચાવીને દબાવીને ઊંઘતા હોય છે. ઘણા લોકો તણાવમાં હોવાના કારણે પણ આવું કરે છે, પરંતુ આવુ કરવું તમારા દાંતને કમજોર કરી શકે છે. જો આવી આદત તમારી પણ હોય તો બદલી નાંખજો. દાંતને સતત પીસેલા કે કચકચાવીને દબાવેલા રાખવાથી દાંત પરની પેઢાની પકડ ઓછી થાય છે. જેને પગલે ભવિષ્યમાં દાંત કમજોર થઈ શકે છે. ઘણા લોકોને આ આદત છોડવામા ખૂબ જ તકલીફ આવે છે. એવા લોકોને ડેટિંસ્ટ નાઈટ ગાર્ડની સલાહ આપે છે.

દિવસમાં ઘણીવખત માઉથવોશ

દાંતને ચમકતા રાખવાની લ્હાયમાં લોકો વધુ પડતા બ્રશ ઘસવાનું અને માઉથવોશનો ઉપયોગ વધારી છે. આ ટેવ પણ ખોટી છે. દાંતને વધુ સમય સુધી ઘસઘસ કરવાથી તેની પકડ ઠીલી પડી જાય છે. દિવસભરમાં જરૂરિયાતથી વધારે માઉથવોશ કરવાથી તમારા દાંત સાફ અને ચમકદાર તો હોય શકે છે, પરંતુ આવું કરવાથી તેને નુકસાન પણ પહોંચી શકે છે. વધારે માઉથવોળ કરવાથી દાંત સેંસટિવ થઈ શકે છે. જેથી તમારા દાંતમાં ઠંડી ગરમીની ઝણઝણાટી જોવા મળે છે. કારણ કે, ઘણા માઉથવોશમાં એસિડ હોય છે, જે દાંતના મિડિલ લેયરને ખરાબ કરી શકે છે.

જબડા જામ થઈ જવા

ટમ્પોરોમૈંડિબુલર જોઈન્ટ તમારા નીચલા જબડાને તમારી ખોપડી સાથે જોડે છે. જ્યાં આ પોઈન્ટનો ભાગ ઈજા, ગઠિયા અને કોઈ અન્ય કારણથી કામ કરી શકતો નથી તો, તે તમારી છાતીમાં અને જબડામાં દર્દ સહિત ઘણા અન્ય લક્ષણોને કારણે બની શકે છે. આ સમસ્યા પર દાંતો પર પણ પ્રભાવ પડી શકે છે.

નર્વનુ ડેમેજ થવુ

ટ્રાઈડેમિનલ ન્યૂરલ્જિયા નામની એક એવી સ્થિતિ છે, જેના કારણે માથામાં દર્દ થવા લાગે છે. આ સમસ્યા દાંતોના કારણે થઈ શકે છે. બ્રશ કરતા સમયે, ભોજન કરતા સમયે અથવા દાંતને કોઈ પણ કામ માટે પ્રયોગમાં લાવવા પર દર્દ શરૂ થઈ જાય છે.

દિલની બિમારી

હાર્ટની સાથે બીમારી હોવા પર તમે તમારા ખભા, ગર્દન, જડબા અથવા દાંતોમાં દર્દ મહેસૂસ કરી શકો છો. જો તમે તમારા મોઢામાં દર્દના સાથે સાથે અન્ય ચીજો જેમ કે, પરસેવો, દિલની ધડકન, છાતીમાં દુઃખાવો અથવા શ્વાસની તકલીફનો સામનો કરી રહ્યા છો તો, તમારી સ્થિતિ વધારે ભયજનક થઈ શકે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

‘હર ઘર તિરંગા’/ મને એવા ઘરોની તસવીરો મોકલો કે જેના પર તિરંગો લહેરાતો જોવા ન મળે

Hardik Hingu

ઇડીઆઇઆઇના ફેકલ્ટી મેમ્બર દ્વારા લખાયેલા રિસર્ચ પેપરને એપીએસી ઇઆઇએફ 2022માં બેસ્ટ પેપર તરીકે કરાયું પસંદ, 15થી વધુ દેશોએ લીધો હતો ભાગ

GSTV Web Desk

વૈશ્વિક મોંઘવારી/ રશિયા-યુક્રેન યુદ્ધને કારણે બ્રિટનનું અર્થતંત્ર પણ મંદીના ભરડામાં

Hardik Hingu
GSTV