GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

Breaking / તિસ્તા સેતલવાડ અને પૂર્વ IPSને કોર્ટમાં રજૂ કરાયા, 1 જુલાઈ સુધી રિમાન્ડ મંજૂર

તિસ્તા સેતલવાડ

ગુજરાતના રમખાણોમાં કાયદાકીય પ્રક્રિયાના દુરૂપયોગ બદલ તિસ્તા સેતલવાડની ધરપકડ કરવામાં આવ્યા બાદ તેમને અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. તિસ્તા સેતલવાડની સાથે આર બી શ્રીકુમારને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે 1 જુલાઈ સુધી બંનેના રિમાન્ડ મંજૂર કર્યા છે. ક્રાઇમ બ્રાંચ દ્વારા કોર્ટ સમક્ષ બંનેના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી.

તેના પહેલા બંને પક્ષોની દલીલો પૂર્ણ થયા બાદ તિસ્તાને મેડિકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી. પોલીસે કોર્ટમાં આરોપીઓ તપાસમાં સહકાર ન આપતા હોવાની રજૂઆત કરી. પોલીસે રિમાન્ડ માટેના કારણો રજૂ કરતાં જણાવ્યું કે ખોટા દસ્તાવેજો ઉભા કરવામાં કોની સંડોવણી છે તેની તપાસ કરવી જરૂરી છે. આ ઉપરાંત કોર્ટ સમક્ષ ખોટા પુરાવાઓ રજૂ કરી ન્યાયિક પ્રક્રિયાને ગેરમાર્ગે દોરવાના કાવતરાની તપાસ પણ જરૂરી છે. બચાવ પક્ષે દલીલ કરી કે આ કેસમાં એક વખત તપાસ થઇ ગઇ છે તો બીજી વખત ન થઇ શકે. તિસ્તાએ કોર્ટમાં જણાવ્યું કે હું ગુનેગાર નથી કે ભાગી પણ નહોતી જવાની. તેમ છતાં મને નોટિસ આપ્યા વગર મારી ધરપકડ કરવામાં આવી.

આ પહેલા ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિકે પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું કે 24 જૂનના રોજ સુપ્રીમ કોર્ટે આપેલા ચૂકાદા બાદ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં તિસ્તા, આર બી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ આરોપી છે. જે પૈકી તિસ્તા અને શ્રીકુમારની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે કે સંજીવ ભટ્ટની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવામાં આવશે. ડીસીપી માંડલિકે જણાવ્યું કે તિસ્તા સેતલવાડ પૂછપરછમાં સહયોગ આપી રહી નથી. આરોપીએ જ્યાં જ્યાં ખોટું કર્યું છે ત્યાંથી પૂરાવા એકત્ર કરવામાં આવશે. જો અન્ય કોઇના નામો સામે આવશે તો તેની સામે પણ તપાસ થશે.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પૂર્વ IPS અધિકારી આર.બી.શ્રીકુમારની ધરપકડ કરી

તો બીજી બાજુ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પૂર્વ IPS અધિકારી આર.બી.શ્રીકુમારની ધરપકડ કરી છે. તો પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને વડોદરાની જેલમાંથી ટ્રાન્સફર વોરંટ મારફતે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ લવાશે.  ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે. અને ક્રાઈમ બ્રાંચ દ્વારા આરોપીઓના રિમાન્ડ માગવામાં આવશે.

2002 રમખાણ સંબંધિત ઝાકીયા ઝાફરી કેસમાં બેજવાબદાર લોકો સામે પગલાં ભરો

This image has an empty alt attribute; its file name is JAKIYA-1024x683.jpg

2002 રમખાણ સંબંધિત ઝાકીયા ઝાફરી કેસમાં બેજવાબદાર લોકો સામે પગલાં ભરો અને અરજી કોઈના ઈશારે થઇ છે એવા સુપ્રીમ કોર્ટના અવલોકન બાદ તરત જ કાર્યવાહી શરુ થઈ છે..જે અંતર્ગત ગઈકાલે  મુંબઈથી અટકાયત કરવામાં આવેલી તિસ્તા સેતલવાડનું આજે મેડિકલ ચેકઅપ થયું છે. ઝાકિયા ઝાફરીને આજે સવારે અમદાવાદની  વીએસ હોસ્પિટલમા લઈ જવામાં આવી. જ્યાં તિસ્તાના કોરોના સહિતના ટેસ્ટ કરવામાં આવ્યા હતા..આ સમયે તિસ્તાને મીડિયાએ સવાલ પૂછતા તેણે જે કહેવુ હશે તે કોર્ટમાં કહેશે તેમ કહ્યું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

મોટી દુર્ઘટના ટળી/ સુરતમાં મુસાફરો ભરેલી બસ વરસાદી પાણીમાં ફસાઇ, 20 મુસાફરોનું દિલધડક રેસ્ક્યુ

Bansari Gohel

મદ્રાસ હાઈકોર્ટે ‘નો કાસ્ટ, નો રિલિજિયન’ પ્રમાણપત્ર આપવાનો આદેશ આપ્યો, શાળામાં પ્રવેશ ન મળવા માટે કરાઈ હતી અરજી

Binas Saiyed

પૂરની સ્થિતિ/ નર્મદા નદીમાં પાણી છોડાતા ચાંદોદમાં રાત્રે વાગ્યુ સાયરન, ફફડીને લોકો પથારીમાંથી ઉભા થઇ ગયા

Bansari Gohel
GSTV