મકાન માલિકના દિકરાએ ભાડુઆતની દીકરીને બનાવી દીધી પ્રેગનન્ટ, હવે ન રહ્યો ઓપ્શન

મકાન માલિકના દીકરાએ ભાડુઆતની દીકરી પર દુષ્કર્મ ગુજારી પ્રેગનન્ટ કરી દેવાનો બનાવ રાજકોટમાં બહાર આવ્યો છે. માનવતાને શર્મશાર કરતાઆ કિસ્સામાં સગીરાને 6 માસનો ગર્ભ હોવાનું સામે આવતા રાજકોટના જ 2 શખ્સો નિલેશ વોસોડિયા અને ધ્રુવ પરમાર સામે ફરિયાદ નોંધાઈ છે. મહિલા પોલીસ મથકમાં ફરિયાદ થતાં દુષ્કર્મ અને પોક્સો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઇ છે પણ આરોપીઓ હાલ પોલીસ પકડથી દુર છે.

કિશોરીના પેટમાં હાલ છ મહિનાનો ગર્ભ

રાજકોટ શહેરમાં દુષ્કર્મનો ભોગ બનેલી કિશોરીના પેટમાં હાલ છ મહિનાનો ગર્ભ છે. ફરિયાદ પ્રમાણે કિશોરી પર દુષ્કર્મ ગુજારનાર બે યુવકમાંથી એક તેના મકાન માલિકનો પુત્ર છે, જ્યારે બીજો મકાન માલિકની બહેનનો દીકરો છે. દુષ્કર્મનો ભોગ બનનાર તરુણ રેલનગરની ઘનશ્યામ રેસિડેન્સીમાં તેના માતા-પિતા અને દાદી સાથે રહે છે. પરિવાર ભાડાના મકાનમાં રહેતો હોવાથી મકાન માલિકનો પુત્ર અવાર-નવાર ઘરે આવતો હતો.

હવે બાળક સિવાય કોઇ ઓપ્શન બચ્યો નથી

જોકે, આઠ મહિના પહેલા નિલેશ મરી જવાની ધમકી આપતા કિશોરી તેને મળવા પહોંચી હતી. આ સમયે નિલેશે એકલતાનો લાભ ઈને તરુણી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યાર બાદ પણ તે અવારનવાર ધમકી આપીને તેણી પર દુષ્કર્મ ગુજારતો રહ્યો હતો. આ દરમિયાન નિલેશની ફઈના દીકરા ધ્રુવ પરમારે પર કિશોરી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. જે બાદ સગીરાને 6 માસનો ગર્ભ હોવાનું સામે આવતા મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. આ અંગેનો કેસ બહાર આવતાં બંને આરોપી ફરાર થઈ ગયા છે. જેઓને શોધવા માટે પોલીસ તપાસ કરી રહી છે. સગીરાને 6 માસનો ગર્ભ હોવાથી પોલીસ સહિત સગીરાના માતા-પિતા પણ ચિંતામાં મૂકાઈ ગયા છે. હવે બાળક સિવાય કોઇ ઓપ્શન બચ્યો નથી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter