GSTV

ભૂલ ભારે પડી / મીણબત્તી જોડે ઉભો રહીને કિશોર લગાવી રહ્યો હતો ડિયો અને થયો જોરદાર વિસ્ફોટ, આખા ટાવરના લોકોના જીવ મુકાયા જોખમમાં

Last Updated on October 14, 2021 by Zainul Ansari

બ્રિટનમાં 13 વર્ષના કિશોરને કારણે ઘણા લોકોના જીવ મુશ્કેલીમાં મુકાયા હતા. હકીકતમાં એવું બન્યું કે કિશોરે સળગતી મીણબત્તી પાસે ઉભા રહીને ડિઓડોરન્ટનો ઉપયોગ કર્યો, જેના કારણે આગ લાગી અને આખી બિલ્ડિંગમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 70 જેટલા ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. લંડનની એક મલ્ટીસ્ટોરી બિલ્ડિંગમાં રાત્રે અકસ્માત થયો હતો.

નજીકમાં જ હતી મીણબત્તી

અહેવાલ અનુસાર 13 વર્ષના કિશોરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કિશોરની માતાએ જણાવ્યું કે જ્યારે તેનો પુત્ર ડિઓડોરન્ટનો ઉપયોગ કરી રહ્યો હતો ત્યારે અકસ્માત થયો હતો. તેમણે જણાવ્યું કે જ્યારે દીકરો ડિઓડોરન્ટ લગાવતો હતો, ત્યારે નજીકમાં એક ટી-લાઇટ મીણબત્તી હતી. ડિઓડોરન્ટના થોડા છાંટા તેના પર પડ્યા અને અચાનક આગ ફાટી નીકળી.

ધડાકા સાથે તૂટ્યા બારીઓના કાંચ

આગ લાગતાંની સાથે એક જોરદાર વિસ્ફોટ થયો, જેણે બેડરૂમની બારીઓ તોડી નાખી હતી. જે બાદ આગ ફેલાવા લાગી. આ દરમિયાન કોઈએ ફાયર બ્રિગેડને ફોન કર્યો હતો. થોડા સમયમાં 70 જેટલા ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા અને ભારે જહેમત બાદ તેઓએ આગને કાબૂમાં લીધી. રાત્રે આઠ વાગ્યે બનેલા આ ઘટના પછી બિલ્ડિંગના લોકો પોતાનો જીવ બચાવવા નીચે દોડ્યા હતા.

ખરાબ રીતે દાઝી ગયો કિશોર

આ અકસ્માતમાં એક સગીર કિશોર ખરાબ રીતે દાઝી ગયો હતો. ખાસ કરીને તેના પેટ અને હાથ પર ઘણી ઈજાઓ થઈ છે. પીડિતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કિશોરની માતાએ કહ્યું જ્યારે અકસ્માત થયો ત્યારે હું નજીકમાં કંઈક ખરીદવા ગઈ હતી. મારી દીકરીએ ફોન કરીને કહ્યું કે ઘરમાં વિસ્ફોટ થયો છે. જ્યારે હું તાત્કાલિક ઘરે પહોંચી, ત્યારે મને જાણવા મળ્યું કે દરેક જગ્યાએ આગ છે. જણાવી દઈએ કે ડીઓ અથવા સેનિટાઇઝર જેવી વસ્તુઓનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે. તેમનાથી આગ લાગવાનો ભય રહે છે.

Read Also

Related posts

IND vs NZ / આર અશ્વિને આ મામલે અનિલ કુંબલેને છોડ્યો પાછળ, વાનખેડે ટેસ્ટમાં મેળવી સિદ્ધિ

Zainul Ansari

મોટા સમાચાર: બેલ્જીયમના એક પ્રાણી સંગ્રહાલયમાં કોરોનાની એન્ટ્રી, બે હિપોપોટેમસ થયા સંક્રમિત

pratik shah

Offer / Renault ની આ કાર પર 2.5 લાખ રૂપિયા સુધીની ઓફર, 31 ડિસેમ્બર સુધી બુકિંગ પર મળશે લાભ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!