GSTV
Aravalli Bhavnagar ગુજરાત ટોપ સ્ટોરી

ગુજરાતમાં શરૂ થયું બાળકોનું રસીકરણ, ભાવનગર અરવલ્લીમાં અડાસરના કિસ્સા સામે આવ્યા

આજથી ગુજરાત સહીત દેશભરમાં 15થી 18 વર્ષના કિશોર અને કિશોરીઓના રસીકરણ મહા અભિયાનનો પ્રારંભ થયો છે. જેને લઈને ગુજરાતભરની સ્કૂલોમાં બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું. આમ તો બાળકો માટેની રસી સુરક્ષિત હોવાનું કહેવામાં આવે છે. પરંતુ ઘણા એવા કિસ્સા સામે આવ્યા છે જેમાં બાળકોને કોરોના રસીની આડઅસર થઇ હોય. મળતી માહિતી મુજબ ભાવનગર અને અરવલ્લીમાં બાળકોના રસીકરણ દરમ્યાન બાળકોને રસીની આડઅસર થઇ હોવાનું સામે આવ્યું છે.

રસીકરણ

સિહોરમાં બેભાન થયો વિદ્યાર્થી

ભાવનગરના સિહોરમાં 15થી 18 વર્ષના વિદ્યાર્થીઓનાં રસીકરણ અભિયાનમાં એક વિદ્યાર્થિની બેભાન થતા દોડધામ થઈ હતી. કોરોનાની રસી લીધા બાદ વિદ્યાર્થિની બેભાન થઈ હોવાનો દાવો કરાઈ રહ્યો છે. સ્કૂલના સંચાલકોએ વિદ્યાર્થિનીને હોસ્પિટલે લઈ જવાના બદલે તેના ઘરે મુકી જતાં હોબાળો થયો હતો. હાલ વિદ્યાર્થિનીને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જોકે હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ તબિયત સુધરતા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી.

ભિલોડામાં 4 વિદ્યાર્થીઓને આડઅસર

અરવલ્લીના ભિલોડાના કલ્યાણપુર હાઇસ્કૂલની 4 વિદ્યાર્થિનીઓને કોરોના વેક્સિનની આડઅસર થઇ હતી. આ તમામ વિદ્યાર્થિનીઓને 108 ની મદદથી ભિલોડા કોટેજ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. વિદ્યાર્થિનીઓની સારવાર પુરી કરી હોસ્પિટલમાંથી રજા આપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. બાળકોને રસી લીધા બાદ શરીરમાં કમજોરી અને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. વિદ્યાર્થીનીઓની તબિયતમાં હાલમાં સુધારો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો,બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

રખડતા ઢોરોનો ત્રાસ! આખલાની અડફેટે આર્મીના પેરા કમાન્ડોનું મોત, મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો

pratikshah

ઈન્કટેક્ષની રેડ! અમદાવાદ ITનો રેલો હિંમતનગર, પ્રાંતિજ સુધી લંબાયો, એશિયન સિરામિક્સ ગ્રુપની ફેક્ટરી, શો રુમ અને ડીરેક્ટરોના ઘરે દરોડા

pratikshah

કેન્દ્ર-રાજ્યના મંત્રીઓ હાજરી આપશે ,નારણપુરા સ્પોર્ટસ કોમ્પલેક્ષના ખાતમુહૂર્તને લઈ તૈયારીનો ધમધમાટ

pratikshah
GSTV