GSTV
Home » News » Instagram ઉપર છોકરીએ પૂછ્યું- જીવુ કે મરી જાવ, 69% લોકોએ કહ્યું ‘મરી જા’ તો…

Instagram ઉપર છોકરીએ પૂછ્યું- જીવુ કે મરી જાવ, 69% લોકોએ કહ્યું ‘મરી જા’ તો…

એક બાજુ, સોશિયલ મીડિયા અજાણ્યા અને છૂટા પડેલા લોકો સાથે જોડવામાં મદદ કરે છે, જ્યારે બીજી બાજુ લોકો તેનો દુરુપયોગ પણ કરી રહ્યા છે. ઘણા લોકો સોશિયલ મીડિયા દ્વારા લોકોમે પ્રશ્નો પૂછે છે. આના માટે તેઓ પોલ ફીચરની મદદ લે છે, પરંતુ આ જ પોલે એક છોકરીને આત્મહત્યા કરવાની ફરજ પડી અને તે છોકરીએ આત્મહત્યા કરી લીધી.

હકીકતમાં, મલેશિયામાં એક 16 વર્ષની છોકરીએ ઇન્સ્ટાગ્રામમાં ડેથ પોલ કર્યો હતો, જેમાં તેણે લોકોને પૂછ્યું કે તેણી જીવે કે મરી જાય. આ પોલમાં, 69 ટકા લોકોએ કહ્યું હતું કે મરી જા. આ પછી છોકરીએ આત્મહત્યા કરી લીધી.

આ વાતનો ખુલાસો પોલીસ અહેવાલમાં કરવામાં આવ્યો હતો. પોલીસે તેના અહેવાલમાં જાણકારી આપી છે કે છોકરીએ આત્મહત્યા કરતા પહેલાં Instagram પર એક પોસ્ટ કરી હતી, જેમાં તેણે તેના ફોલોઅર્સને જીવુ કે મરી જાવ આ બન્ને માથી કોઈ એક વિકલ્પ પસંદ કરવાનું કહ્યું હતું.

અહેવાલ અનુસાર, છોકરીએ તેના ઇન્સ્ટાગ્રામ પોલમાં પૂછ્યું હતું, Really Important, Help Me Choose D/L મતલબ કે, ખરેખર મહત્વપૂર્ણ, મારી મદદ કરો, પસંદગી કરો D / L. આ પછી, 69 ટકા લોકોએ ડી પર મત આપ્યો અને છોકરીએ આત્મહત્યા કરી લીધી. મત આપનારા લોકો ઉપર થશે કાર્યવાહી.

READ ALSO

Related posts

ઓઢવમાં સ્ટ્રોમ વોટર લાઈનમાં ગેસ ગળતર મામલો, કોન્ટ્રાક્ટરની સામે ગુનો નોંધાયો

Mansi Patel

Exit Poll 2019: અમેઠી કે રાયબરેલી? ધ્વસ્ત થઇ જશે કોંગ્રેસનો એક ગઢ!

Bansari

દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષે રાહુલ ગાંધીને માર્યો ટોણો, પીએમનાં કેદારનાથ પ્રવાસ અંગે કરી સ્પષ્ટતા

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!