GSTV
Ajab Gajab Trending

મુર્ખામીની હદ છે/ ચેલેન્જના ચક્કરમાં યુવકે ડિયોડ્રેંટ સાથે કર્યો એવો ખેલ, ફ્રીઝ થઇ ગયા નિપ્પલ

ચેલેન્જ

ચેલેન્જ પૂરી કરવાના ચક્કરમાં એક યુવકે એવો કાંડ કરી નાંખ્યો કે તેના નિપ્પલ જ થીજી ગયા. પછીથી તેમાંથી લોહી પણ નીકળવા લાગ્યુ. યુવકનું માનવુ છે કે તેણે મુર્ખામી કરી, પરંતુ ચેલેન્જ મળે તો તે ફરીથી આવું કામ કરવા તૈયાર છે. યુનિવર્સિટી ઑફ લિવરપુલના આ વિદ્યાર્થીએ પોતે જ પોતાની મુર્ખામી વિશે જણાવ્યું.

ધીમે ધીમે વણસતી ગઇ સ્થિતિ

એક રિપોર્ટ અનુસાર, 19 વર્ષીય વિદ્યાર્થીએ પોતાનું નામ ઉજાગર ન કરવાની શરતે જણાવ્યું કે સ્કીલના મિત્રોએ તેને એક ચેલેન્જ આપી હતી. જેમાં ડિયોડ્રેંટ પોતાના નિપ્પલ પર સ્પ્રે કરવાનો હતો. તેણે ચેલેન્જ એક્સેપ્ટ કરતાં ડિયોડ્રેંટના બે કેન ખાલી કરી નાંખ્યા. પહેલા તો તેણે થોડી ઠંડક અનુભવી, પરંતુ ધીમે ધીમે સ્થિતિ ખરાબ થતી ગઇ.

ચેલેન્જ

ચેન્જિંગ રૂમમાં ચેલેન્જ કરી પૂર્ણ

ડિયોડ્રેન્ટનાં બે કેન ખાલી કર્યા બાદ છોકરાનાં નિપ્પલ સંપૂર્ણપણે થીજી ગયા હતાં અને તેમાંથી લોહી પણ નીકળવા લાગ્યું હતું. હવે તેનાં નિપ્પલ એક રીતે જોઇએ તો બિલકુલ સંકોચાઈ ગયા છે. છોકરાએ કહ્યું કે, ‘આ ચેલેન્જ સ્કૂલનાં ચેન્જિંગ રૂમમાં કરવામાં આવી હતી. હું હાથ બાંધીને ઊભો હતો અને મારા મિત્રો ડિયોડ્રેન્ટ છાંટતા હતાં. તેઓએ મારા નિપ્પલ પર બે ડબ્બા ખાલી કરી દીધાં. બાદમાં જ્યારે મે નિપ્પલ પર હાથ મૂક્યો ત્યારે મને કોઇ પણ જાતનો અનુભવ ના થયો. મારા નિપ્પલ સંપૂર્ણપણે થીજી ગયા હતાં.

ચેલેન્જ

2014માં આપવામાં આવી હતી ચેતવણી

2014માં Aerosol Challenge ખૂબ જ ફેમસ થયો હતો. આ ચેલેન્જમાં યુવાઓને ત્યાં સુધી પોતાની સ્કિન પર ડિયોડ્રેંટ લગાવવાનું હોય છે. જ્યાં સુધી તે ખરી ન જાય. તે સમયે પ્રશાસને ચેતવણી જારી કરતાં આવું ન કરવાની અપીલ કરી હતી. જણાવી દઇએ કે વિચિત્ર ચેલેન્જ પૂરી કરવાના ચક્કરમાં અત્યાર સુધી ઘણા લોકો પોતાના જીવ ગુમાવી ચુક્યા છે. તેમ છતાં લોકો સુધરી નથી રહ્યાં. યુવકે કહ્યું, જ્યારે હું ફરી આ વાત યાદ કરુ છુ ત્યારે મને અહેસાસ થાય છે કે મે મુર્ખામી કરી, પરંતુ જો ફરી મને ચેલેન્જ આપવામાં આવે તો હું પીછેહઠ નહી કરુ.

Read Also

Related posts

મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ

Hardik Hingu

મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી

GSTV Web Desk

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા

GSTV Web Desk
GSTV