ગોલ્ફર અર્જુન ભાટી ફક્ત 15 વર્ષનો હોઈ શકે છે, પરંતુ તેણે COVID-19 રોગચાળા સામે લડવા માટે ઘણું મોટું યોગદાન આપ્યું છે. તેણે ત્રણ વર્લ્ડ જુનિયર ગોલ્ફ ચેમ્પિયનશિપ ટાઇટલ અને રાષ્ટ્રીય ચેમ્પિયનશીપ સહિતની તમામ ટ્રોફી વેચીને રૂ.4.30 લાખ એકત્રિત કર્યા છે.
ગ્રેટર નોઈડાનાં ગોલ્ફર અર્જુન ભાટીએ 2016 અને 2018 માં યુએસ કિડ્સ જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ અને ગયા વર્ષે FCG callaway જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતી હતી. અર્જુને વડા પ્રધાન રાહત ભંડોળ (પીએમ-કેર્સ ફંડ) માં દાન આપ્યું છે.
आपको? 8 साल में जो देश,विदेश से जीतकर कमाई हुई 102 ट्रोफ़ी देश संकट के समय मैंने 102 लोगों को दे दी,उनसे आए हुए कुल-4,30,000-Rs आज PM Care Fund में देश की मदद को दिए,ये सुनकर दादी रोई फिर बोली तू सच में अर्जुन है,आज देश के लोग बचने चाहिए ट्रोफ़ी तो?फिर आ जाएँगी,@narendramodi ?? pic.twitter.com/wmoJtyObzi
— Arjun Bhati – ?? (@arjunbhatigolf) April 7, 2020
અર્જુને કહ્યું છેકે ભંડોળ ઉભું કરવા માટે તેણે તેની બધી ટ્રોફી તેના સંબંધીઓ અને તેના માતાપિતાના મિત્રોને વેચી દીધી હતી. તેમણે મંગળવારે હિન્દીમાં ટ્વિટ કર્યું- ‘ જે દેશ-વિદેશમાંથી જીતીને 102 ટ્રોફી મે કમાઈ હતી, તેને સંકટનાં સમયે 102 લોકોને આપીને તેમાંથી આવેલાં કુલ 4,30,000 રૂપિયા પીએમ-કેયર્સ ફંડમાં દેશની મદદ માટે આપ્યા છે.’
અર્જુને આગળ લખ્યું, ‘મારા યોગદાનની જાણ થતાં, મારી દાદી પહેલા રડ્યા અને પછી કહ્યું,’ આ સમયે અસલી અર્જુન તું છે, માનવ જીવન બચાવવું મહત્વપૂર્ણ છે. ટ્રોફી ભવિષ્યમાં જીતી શકાય છે.
देशवासियों की यही वो भावना है, जो कोरोना महामारी के समय सबसे बड़ा संबल है। #IndiaFightsCorona https://t.co/ija18XLrJ2
— Narendra Modi (@narendramodi) April 7, 2020
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આને રીટવીટ કરતા લખ્યું, ” દેશવાસીઓની આ જ ભાવના છે, જે કોરોના રોગચાળા દરમિયાન સૌથી મોટો ટેકો છે.” આ યુવાન ગોલ્ફરે જીવલેણ કોરોના સામે લડવાનો દાખલો બેસાડ્યો છે. વિશ્વભરમાં કોરોનાથી 80,000 થી વધુ લોકોના મોત થયા છે. ભારતમાં કોરોનાના 5000 થી વધુ કેસ છે. અત્યાર સુધીમાં 145 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.
READ ALSO
- VIDEO/ ઓ બાપ રે, રોડ પર ગાડી લઈને નિકળી પડ્યું આ ટેણિયું, ગાડીઓની કાપી રહ્યું છે સાઈડ
- આખરે ક્યારે હટશે રાત્રી કરફયૂ?, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી સ્પષ્ટતા
- જાણવા જેવા નિયમો: 2000ની નોટ ફાટી જાય તો બેંક કેટલું આપશે રિફંડ, આ પ્રકારની નોટો બેંક ક્યારેય નહીં સ્વિકારે
- સુરતમાં કોરોના રેપિડ ટેસ્ટનું મસમોટું કૌભાંડ આવ્યું સામે, વધુ ટેસ્ટિંગ બતાવવા ધન્વંતરી આરોગ્ય રથના કર્મચારીઓનું કારસ્તાન
- PUBG મોબાઈલ ગેમના રસિકો માટે મોટા સમાચાર, હવે TikTok બાદ….