GSTV
Home » News » Redmi Note 7ને ટક્કર આપવા આવી રહ્યો નવો સ્માર્ટફોન, કિંમત પણ તેનાથી ઘણી ઓછી

Redmi Note 7ને ટક્કર આપવા આવી રહ્યો નવો સ્માર્ટફોન, કિંમત પણ તેનાથી ઘણી ઓછી

હોંગકોંગની ટેકનિકલ કંપની ટ્રાંઝિસન હોલ્ડિંગ્સનો સ્માર્ટફોન બ્રાન્ડ ટેકનો મોબાઈલ 10 જુલાઈએ ભારતમાં તેના પ્રમુખ સ્માર્ટફોન સીરીજ ફેન્ટમ લોન્ચ કરશે. આ સીરીજમાં સ્માર્ટફોનની કિંમત 15,000 રૂપિયાથી પણ ઓછી છે.

સ્માર્ટફોન માર્કેટના સૂત્રોના અનુસાર ભારતમાં સસ્તો સ્માર્ટફોન સેંગમેટ લગાવવાના ઉદ્દેશ્યથી લાવવામાં આવેલી ફેન્ટમ સીરીજ રેડમી નોટ 7 અને રિયમી 3 પ્રોને મોટી ટક્કર આપશે. ઈન્ટરનેશનલ રૂપથી ટેકનો સ્માર્ટફોનમાં ત્રણ સીરીજ છે. એક સ્પાર્ક છે, જે યુવાઓ માટે શરૂઆતનો સ્માર્ટફોન છે, બીજો કેમન છે, જે કેમરા-ફોક્સ્ડ ફેમસ સીરીજ છે અને ત્રીજો ફેન્ટમ બ્રાન્ડની પ્રમુખ સીરીજ છે.

ફેન્ટમમાં ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર, વોઈસ અસિસ્ટેન્ટ અને લેન્ગવેજ સપોર્ટ જેવા એડવાન્સ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત એપ જેવી ટ્રેન્ડી એપ્સ થવાની સંભાવના છે.

મોબાઈલ માર્કેટના સૂત્રોએ કહ્યું કે, ફોનમાં રેમ ચાર જીબીથી વધુ હોઈ શકે છે, ડોટ નોચ ડિસ્પ્લે, એકથી વધુ રિયર કેમેરા, સેલ્ફી માટે હાઈ-રિઝોલ્યુશન ફ્રન્ટ સ્નેપર પણ હોઈ શકે છે. 15,000 રૂપિયાની ઓછી કિંમતમાં ઈન-ડિસ્પ્લે ફિગરપ્રિન્ટ સેન્સર વાળો બીજો કોઈ સ્માર્ટ ફોન ઉપલબ્ધ નથી.

Read Also

Related posts

Jioનો ધડાકો: આ પ્લાનમાં દરરોજ મળશે 5GB હાઇસ્પીડ ડેટા, કિંમત માત્ર 149 રૂપિયાથી શરૂ

Bansari

Facebook કર્મચારીએ બિલ્ડિંગ પરથી કુદીને આપ્યો જીવ, આત્મહત્યાનું કારણ અકબંધ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!