GSTV
Women's day - 2019

ટેક્નોલોજીની દુનિયામાં 9 મહિલા કે જેના વગર ન તો એપ્પલ બન્યો ન સેમસંગ

woman director in it world

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. આમ તો દરેક ક્ષેત્રમાં પુરૂષ કરતા મહિલા આગળ છે. ટેક્નિકલ ફિલ્ડમાં પણ મહિલાઓ આગળ છે. હવે દરેક ઇન્ડસ્ટ્રીઝમાં મહિલાઓ એન્ટ્રી છે. આજનાં ખાસ દિવસે ફોર્બ્સ દ્વારા જાહેર 9 મહિલા પ્રતિભાઓ કે જે ટેક્નોલોજી ઇન્ડસ્ટ્રીમાં છે, તેમજ અરબપતિ છે.

જુડી ફોકનર કુલ સંપતિ-3.6 બિલિયન ડોલર

જુડી ફોકનર અમેરિકાની વિખ્યાત મેડિકલ રેકોર્ડ સોફ્ટવેર પ્રોવાઈડર કંપની એપિક સિસ્ટમનાં CEO છે.

મેગ વ્હિટમૈન કુલ સંપતિ-3.4 બિલિયન ડોલર

મેગ વ્હિટમૈન મીડિયા કંપની Quibiનાં CEO છે. આ પહેલા તેઓ eBay અને Hewlett-Packard જેવી કંપનીનાં સીઈઓ તરીકે રહિ ચુક્યા છે. આ સાથે જ તેમમએ પ્રોક્ટર એન્ડ ગૈંબલ તેમજ ડ્રોપબોક્સ જેવી કંપનીઓમાં પણ કામ કર્યુ છે.

ઝોઉ ક્યૂંફેઈ કુલ સંપતિ-4.7 અરબ

ઝોઉ ક્યૂંફેઇ લેન્સ ટેક્નોલોજી નામની કંપનીનાં સીઈઓ છે. આ કંપની સેમસંગ,એલજી,માઇક્રોસોફ્ટ અને નોકિયા જેવી કંપનીઓનાં સ્માર્ટફોન માટે સ્ક્રિન સપ્લાય કરે છે.

થાઈ લી કુલ સંપતિ-2.1 બિલિયન ડોલર

થાઈ લી SHI ઇન્ટરનેશનલ કંપનીનાં સીઈઓ છે. જે નોર્થ અમેરિકામાં સૌથી મોટી આઈટી સોલ્યુશન પ્રોવાઇડર કંપની છે.

વાંગ લાઈચુન કુલ સંપતિ-2 બિલિયન ડોલર

વાંગ લાઈચુન ઇલેકટ્રોનિક્સ પ્રોડક્ટસ નિર્માતા કંપની લક્સશેયર પ્રીસિઝન ઇન્ડસ્ટ્રીનાં ચેરમેન છે. આ કંપની એપલ જેવી કંપનીઓને ઇલેક્ટ્રોનિક કનેક્ટર્સ સપ્લાય કરે છે.

શેરિલ સૈંડબર્ગ કુલ સંપતિ-1.6 બિલિયન ડોલર

શેરિલ સૈંડબર્ગનું નામ થી બધા પરિચીત છે. શેરિલ દુનિયાની સૌથી મોટી સોશ્યલ મીડિયા સાઈટ્સ ફેસબુકનાં ચીફ ઓપરેટીંગ ઓફિસર છે.

જેગ ફાંગકિન કુલ સંપતિ-1.6 બિલિયન ડોલર

જેગ ફાંગકિન Lingyi ટેક્નોલોજીનાં સીઈઓ છે.  કંપની હુવાવે અને એપ્પલ જેવી કંપનીઓને સ્માર્ટફોન તેમજ ટેબ્લેટ્સનાં પાર્ટસ વેંચે છે.

જયશ્રી ઉલ્લાલ (Jayshree Ullal) કુલ સંપતિ-1.2 બિલિયન ડોલર

ફોર્બ્સની અરબપતિ મહિલાની યાદીમાં જયશ્રી ઉલ્લાલ એકમાત્ર ભારતીય મૂળની મહિલા છે. જયશ્રી ઉલ્લાલ અરિસ્તા નેટવર્ક્સનાં સીઈઓ છે. આ કંપની ક્લાઉડ નેટવર્કિંગ સોલ્યુશન પ્રોવાઈડ કરે છે.

સફરા કેટ્ઝ (Safra Catz) કુલ સંપતિ-1 બિલિયન ડોલર

સફરા કેટ્ઝ જાણીતી સોફ્ટવેર કંપની ઓરેકલનાં સીઈઓ છે.આ સાથે જ સિલિકન વૈલીમાં સૌથી વધુ પગાર મેળવનારી મહિલામાં સમાવિષ્ટ છે.

READ ALSO 

Related posts

વર્લ્ડ કપ 2019: સચિનના આ દિવાના ફેનને મળશે ગ્લોબલ સ્પોર્ટ્સ ફેન અવોર્ડ

GSTV Web News Desk

મહિલાઓથી સંલગ્ન એ 5 ફિલ્મો જેને તેના વિષયના કારણે બેન કરી દેવામાં આવી

Mayur

ભારતીય કંપનીઓમાં મહિલા ડિરેક્ટરની સંખ્યા સૌથી ઓછી, તે પાછળનું કારણ જાણવા જેવું

Arohi
GSTV