GSTV
Home » News » Google અને Facebookને બેન્કિંગ સેવાઓમાં ઉતરવાની સરકાર મંજૂરી ન આપે

Google અને Facebookને બેન્કિંગ સેવાઓમાં ઉતરવાની સરકાર મંજૂરી ન આપે

બેંકર ઉદય કોટકે જણાવ્યું હતું કે ટેક્નોલોજી ક્ષેત્ર સાથે જોડાયેલા મોટી કંપનીઓ Google અને Facebookને બેન્કિંગ સેવાઓમાં ઉતરવાની મંજૂરી આપવામાં ના આવે કેમ કે તેમને નિયમમાં રહેવું પસંદ નથી. કોટકે કહ્યું હતું કે બેન્કિંગ કારોબાર જનતાનાં વિશ્વાસ પર ટક્યો હોય છે જેમાં સુરક્ષા અને સંરક્ષાનું ધ્યાન રાખવાનું હોય છે. વાર્ષિક નેસ્કોમ લીડરશીપ સમિટ દરમિયાન કોટક મહિન્દ્રા બેન્કના ઉદય કોટકે આ વાત કહી હતી. ઉદય કોટકે વધુમાં જણાવ્યું હતું કે જો ફેસબુક અને ગુગલ બેન્ક બનવાનો નિર્ણય કરે તો તેમાં અમને સમસ્યા છે. તેઓ અમારી માફક નિયમોમાં બંધાવવામાં માનતા નથી.

બેન્કિંગ કારોબારમાં ઘણું જ જોખમ છે

ટેક્નોલોજી જાયન્ટ કંપની ગુગલ પોતાની એપ ગુગલ પે દ્વારા ભારતીય નાણાકીય ક્ષેત્રમાં રસ દર્શાવી રહી છે તેવા સમયે ઉદય કોટકનું આ નિવેદન આવ્યું છે. આ ઉપરાંત કોટકે કહ્યું હતું કે બેન્કિંગ કારોબારમાં ઘણું જ જોખમ છે પરંતુ તેને સુરક્ષિત માનવામાં આવે છે.

તેઓએ કહ્યું હતું કે રોકાણમાં યુવાનો થોડા સાહસી છે અને હંમેશા જોખમી ક્ષેત્રોમાં પણ રોકાણ કરે છે પરંતુ નાણાંનો એક મોટો ભાગ જુના લોકો પાસે છે જે સંશાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે છે. કોટકે યુવાનોને સલાહ આપતાં કહ્યું હતું કે તેઓ સ્ટાર્ટઅપમાં તેવું માનીને જ પ્રવેશ કરો કે અસફળ થશો કેમ કે 99% નવા લોકો નિષ્ફળ થતાં હોય છે.

ગુગલ દ્વારા ગુગલ પે એપ લોન્ચ કરી દેવાઈ

ઉલ્લેખનીય છેકે, ફેસબુક અને ગુગલ જેવી ટેક્નોલોજી જાયન્ટ કંપનીઓ હવે બેન્કિંગ ક્ષેત્રમાં આગળ વધવા માગે છે. ગુગલ દ્વારા ગુગલ પે એપ લોન્ચ કરી દેવાઈ છે જે પેટીએમ – ફોનપે-ને ટક્કર આપી રહી છે. બીજી બાજુ ફેસબુક પણ પોતાની મુખ્ય એપમાં નાણાં મોકલવાની અને સ્વિકારવા સર્વિસ શરૂ કરવા માટે ટ્રાયલ કરી રહી છે.

Related posts

સૌરાષ્ટ્રના સૌથી મોટા મલ્હાર મેળાનું સીએમ વિજય રૂપાણીએ કર્યું ઉદ્ઘાટન, 15 લાખથી વધુ લોકો લેશે મુલાકાત

Nilesh Jethva

ગર્ભાવસ્થા દરમ્યાન જો તમે આ પાણી પીવો છો તો બાળકને થશે અસર, સંશોધનનું તારણ

Path Shah

જો તમારા શરીરમાં આ લક્ષણો દેખાઈ રહ્યાં છે તો તમારી કીડની ખરાબ થઈ રહી છે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!