GSTV
Gujarat Government Advertisement

તરબૂચનું વેલ્યુ એડિશન/ કેન્ડી અને જ્યુસ બનાવી ખેડૂતો બની શકે છે લખપતિ, આ યુનિ.એ નવી ટેકનોલોજી વિકસાવી

તરબૂચ

Last Updated on June 4, 2021 by Damini Patel

ગુજરાતમાં કૃષિ સંશોધન માટે પ્રખ્યાત નવસારી કૃષિ યુનિવર્સિટીએ તરબૂચમાંથી કેન્ડી, નેક્ટર અને જ્યુસ બનાવવાની ટેકનોલોજી વિકસાવી છે જે ખેડૂતોને સીધો ફાયદો કરાવી શકે તેમ છે. રાજ્યના તરબૂચ પકવતા ખેડૂતો નાનકડો ઉદ્યોગ શરૂ કરી મબલખ કમાણી કરી શકે છે.

આ પ્રોજેક્ટ માટે તરબૂચનો ઉપયોગ તો થાય છે પરંતુ તેના બીજનો ઉપયોગ પણ કરી શકાય છે. તરબૂચમાં પહેલાં 40 ટકા સખ્ત હિસ્સો ફેંકી દેવો પડતો હતો પરંતુ નવી ટેકનિકમાં આખું તરબૂચ કામ લાગે છે. કૃષિ વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે એક હેક્ટરમાં તરબૂચની ખેતી કરવા માટે 65 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે જેમાં 40 ટન જેટલા તરબૂચ મળે છે જેનાથી ખેડૂતને બમણી એટલે કે 1.10 લાખ રૂપિયાની આવક થાય છે. ખેડૂત કેન્ડી કે જ્યુસ બનાવે તો તેને વધારે રૂપિયા મળી શકે છે.

નવસારી કૃષિ યુનિવર્સીએ વિકસાવી ટેક્નિક

તરબૂચની છાલના ગરમાંથી કેન્ડી બનાવવાની ટેકનિક નવસારી કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞોએ વિકસાવી છે. તરબૂચની છાલ જેટલી માત્રામાં હોય તેટલી માત્રામાં સુગર નાંખવામાં આવે છે અને તેમાં 0.2 ટકા સાઇટ્રીક એસિડ અને 1500 પીપીએમ પોટેશ્યમ મેટાબાય સલ્ફેટ ઉમેરવામાં આવે છે. આ ટુકડાને ગરમ કરી તેમાં સુગરની ચાસણી ઉમેરવામાં આવે છે તેથી કેન્ડી તૈયાર થાય છે.

આવી જ રીતે તરબૂચનું નેક્ટર બનાવવાની પ્રક્રિયા પણ તૈયાર કરવામાં આવી છે જેમાં 25 ટકા તરબૂચનો રસ, ખાંડ, સાઇટ્રીક એસિડનો વપરાશ થાય છે. એવી જ રીતે તરબૂચનું જ્યુસ બનાવી પેક્ડ કરી શકાય છે. ગરમીમાં તરબૂચના રસની કેન્ડી પણ બનાવવા યુનિવર્સિટીએ ભલામણ કરી છે.

આ પ્રકારના ખાદ્ય પદાર્થો બનાવીને ખેડૂતો જાતે બજારમાં વેચવા મૂકી શકે છે. ખેડૂતો તૈયાર તરબૂચ બજારમાં વેચે છે તેમાં ખેડૂતોને એક કિલોગ્રામના માત્ર પાંચ થી આઠ રૂપિયા મળે છે પરંતુ તે તરબૂચ બજારમાં આવે છે ત્યારે 25 થી 30 રૂપિયે કિલોગ્રામના ભાવે વેચાય છે. હવે ખેડૂતો જો જાતે કેન્ડી કે જ્યુસ બનાવે તો 50 ગણા વધારે રૂપિયા ખેડૂતને મળી શકે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ક્વાડ સમૂહ/ બાંગ્લાદેશમાં અમેરિકાથી એક ફોન આવતાં ફફડી ગયું ચીન, વિરોધીઓથી ઘેરાયેલું ચીન હવે ધમકી પર ઉતરી આવ્યું

Harshad Patel

અંધશ્રદ્ધા: યુપીના આ ગામમાં બન્યુ ‘કોરોના માતા’નું મંદિર, લોકો કરે છે વિધિવત પૂજા

Pritesh Mehta

તણાવ/ ઉત્તરમાં ચીન અને પાકિસ્તાનની નાપાક હરકત બાદ ભારતે લીધો આ નિર્ણય, સેના એલર્ટ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!