ગુજરાતમાં એગ્રિકલ્ચર સેન્સસનો આરંભ કરી દેવાયો છે. તેમાં સૌ-પ્રાથમ વખત ઓનલાઈન સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને ભવિષ્યમાં આ ડેટાનો દેશની કૃષિનીતિ ઘડવામાં ઉપયોગ કરવામાં આવનાર છે. રાજ્યના ખેતીવાડી વિભાગમાંના સૂત્રોએ જણાવ્યું કે માર્ચના અંત સુાધીમાં આ ડેટા કલેક્ટ થઈ જવાનો અંદાજ છે. તે પછીના તબક્કે કયા જિલ્લામાં કઈ સીઝનમાં કયા-કયા પાક લેવાય છે તેની અને પિયત- બનપિયતની વિગતો એકત્ર કરાશે. એ બીજા તબક્કામાં સર્વે રજિસ્ટરમાંથી કાઢવામાં આવેલા ડેટાનો ઉપયોગ કરીને ૨૦ ટકા ગામોનાં નમૂના અને તમામ ઓપરેશનલ હોલ્ડિંગ્સની સંપૂર્ણ ગણતરી કરાશે. છેલ્લા તબક્કે એ ક્યાસ કાઢવામાં આવશે કે, જુદા-જુદા પાકો માટે કયા-કયા પ્રકારનું ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ, ખેતઓજારો વગેરે ઉપયોગમાં લેવામાં આવે છે. એ ત્રીજા તબક્કામાં ઘરગથ્થુ પૂછપરછ દ્વારા ૭ ટકા ગામના દરેક પસંદ કરેલા નમૂનામાં પાંચ કદના દરેક વર્ગમાંથી ૪ હોલ્ડિંગ્સનું નમૂના સર્વેક્ષણ થશે.

છેલ્લે ૨૦૧૫-૧૬માં થઈ એ પછી દર પાંચ વર્ષના નિાર્ધારિત ક્રમ મુજબ તો અપેક્ષિતપણે વર્ષ ૨૦૨૦-૨૧માં જ થઈ જવી જોઈતી હતી એ કૃષિ વિષયક ગણના કોરોનાકાળ અને વિાધાનસભાની ચૂંટણીને કારણે મોડી-મોડી હાથ ધરવામાં આવી છે. તેમાં તલાટીઓ, ગ્રામસેવકો તાથા મામલતદાર કચેરીના રેવન્યુ અવ્વલ કારકૂનોને વિવિાધ જવાબદારીઓ સોંપાઈ છે. એન્ડ્રોઈડ બેઈઝ્ડ અને વેબ બેઝ્ડ સોફ્ટવેર આાધારિત આ એગ્રિ સેન્સસમાં પ્રાથમ તબક્કે જે-તે તાલુકાઓમાં સમાવિષ્ટ ગામોના મહેસુલ રેકર્ડ (ખાતાવહી)માંથી કાઢેલા ડેટા (આૃથવા રિ-ટેબ્યુલેશન)નો ઉપયોગ કરીને ક્યાં કેટલી ખેતજમીનો છે, પુરૃષ અને મહિલા ખાતેદારો કેટલાં છે, કયા સમુદાયના કેટલાં છે, તે વર્ગીકરણ તેમજ ખેતજમીનોની ઉપયોગિતાની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. આ માટે ૧ જુલાઈ-૨૦૨૧થી ૩૦ જુન-૨૦૨૨ દરમિયાનની રેવન્યુ રેકર્ડની સ્થિતિને ધ્યાને લેવામાં આવી રહી છે.
એગ્રિ સેન્સસમાં રોકાયેલા સ્ટાફે વિગતોની ઓનલાઈન એન્ટ્રી કઈ રીતે કરવી અને શું- શું માહિતી લેવી, તેની જિલ્લાવાર તાલીમ આપવામાં આવી તે સાથે જ ૧૧મી કૃષિ વિષયક ગણના જિલ્લાવાર આદરી દેવામાં આવી છે. આ પ્રકારની વિગતો પરાથી સરકાર કૃષિ જણસોની આયાતની જરૃરત, નિકાસની તકો, ખાદ્યતેલોનાં ઉત્પાદન, તેના એક્સેસ સ્ટોક કે ખાધ, વગેરેનો ક્યાસ કાઢીને કૃષિનીતિ ઘડતી હોય છે.
એગ્રિકલ્ચર સેન્સસમાં આ પણ પૂછાશે…
એગ્રિકલ્ચર સેન્સસ પૂર્ણ થયે કેન્દ્ર સરકાર સંભવતઃ જુન-જુલાઈમાં તેની વિગતો પુસ્તક સ્વરૃપે જારી કરશે. એ દરમિયાન વિવિાધ તબક્કામાં કેટલીક રસપ્રદ અને ઉપયોગી વિગતોની પણ મોજણી થનારી છે. જેમ કે, * ખાતેદાર ખેડૂત ક્યાંનો રહીશ છે અને તે પોતાની જણસ વેંચવા જ્યાં જાય છે તે સૃથળ તેના રહેણાકાથી કેટલાં અંતરે છે.* કઈ-કઈ ખેત સામગ્રી ગામાથી કેટલાં અંતરે મળે છે.* મોટાં- નાનાં- સીમાંત ખેડૂતો ક્યાં કેટલાં છે.* સિંચાઈની સગવડની ઉપલબિૃધ.* ટ્રેક્ટર, કૂવા, બોર, સબ મર્સિબલ પમ્પની સંખ્યા.* ખેતઓજારોની સંખ્યા અને ઉપલબિૃધ* મહિલા ખેડૂતોની સંખ્યા, વગેરે.
READ ALSO…
- દિલ્હીના બજેટને લઈને હોબાળો શા માટે મચ્યો છે? બજેટ રજૂ કરવાનો મંગળવારનો દિવસ હતો નક્કી
- ચાણક્ય નીતિ : જો તમે તમારા કરિયરમાં ઉંચાઈ પર પહોંચવા માંગો છો, તો આ 5 ભૂલો ન કરો, મંઝિલ પર પહોંચવું સરળ બનશે
- ઉત્તરપ્રદેશમાં જયંત ચૌધરી અને અખિલેશ યાદવના ગઠબંધન વાળા નિવેદન ઉપર શા માટે ચૂપ છે પલ્લવી પટેલ?
- અરેસ્ટ વોરન્ટ બાદ શું ભારત આવવાની હિંમત બતાવશે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન?
- VIDEO/ વ્યક્તિએ બનાવ્યું આમલેટવાળું ચાઉમીન, જોતા જ ભડકી પબ્લિક, બોલી- બસ કરો અંકલ