GSTV

1 ડિસેમ્બરથી સમગ્ર દેશમાં આ કોલેજો શરૂ થઈ જશે: જાહેર થયું એકેડેમિક કેલેન્ડર, પ્રવેશની કામગીરી પૂર્ણ કરવા થયો આદેશ

સમગ્ર દેશમાં એન્જીનીયરિંગ અને ટેકનિકલ સંસ્થાઓમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટેના સત્રની શરૂઆત પહેલી ડિસેમ્બરથી  શરૂ કરાશે અને પ્રવેશની કામગીરીને 31 ઓકટોબર સુધી લંબાવવામાં આવી હતી જે કોવિડ-19ના કારણે ખોરંભે ચઢી હતી, એમ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશને એક યાદીમાં કહ્યું હતું.

31 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરી દેવાશે પ્રવેશ પ્રક્રિયા

ગયા મહિને જારી કરાયેલા એકેડેમિક કેલેન્ડર અનુસાર, પ્રથમ વર્ષમાં પ્રેવેશ મેળવનાર વિદ્યાર્થીઓની તમામ પ્રક્રિયા 31 ઓકટોબર સુધીમાં પુરી કરી પહેલી નવેમ્બરથી તેમના અભ્યાસની શરૂઆત કરાવવાની યોજના હતી. ‘આપણે સૌ જાણીએ છીએ કે આપણો દેશ એક કોરોનાની  મહામારીના કારણે મોટી કટોકટીનો સામનો કરી રહ્યો છે.

30 નવેમ્બર સુધી લંબાવાઈ એન્જીનીયરીંગ પ્રવેશની તારીખ

દેશમાં ઊભી થયેલી સ્થિતિના કારણે વિવિધ રાજ્યો તરફથી તારીખ વધારવા વિનંતીઓ મળી હતી. પરિણામે હવે પહેલી ડિસેમ્બરથી અભ્યાસ શરૂ કરાશે. ઉપરાંત આઇઆઇટી અને એનઆઇટીમાં પ્રવેશની પ્રક્રિયા પણ ચાલી રહી હોવાથી કાઉન્સિલે એન્જીનીયરિંગના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ તારીખ લંબાવી 30 નવેમ્બર કરાઇ હતી, એમ કાઉન્સિલના સચિવે કહ્યું હતું.

ગાઇડલાઇન મુજબ શરૂ કરાશે વર્ગો

વર્ગો ઓનલાઇન, ઓફલાઇન કે પછી બ્લેન્ડેડ મોડમાં શરૂ કરાઇ શકાય છે.  કોરોના સબંધીત તમામ પ્રોટોકોલ અને માર્ગરેખાનું પાલન કરાશે. સત્રના ટાઇમટેબલમાં ફેરફાર કરાવી શકાય છે. કોવિડ-19ના કારણે  હાલની સ્થિતિ જોતાં આરોગ્ય મંત્રાલય અને શિક્ષણ મંત્રાલય દ્વારા સમય સમયે અપાતી ગાઇડલાઇન મુજબ જ કામગીરી કરાશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!