WhatsApp ખોલ્યા વગર આ રીતે પોતાના મેસેજ મોકલો, આ છે પદ્ધતિ

WhatsAppનો ઉપયોગ સતત વધી રહ્યો છે. આપણે દરેક ફોટો, મેસેજ અને ડોક્યુમેન્ટ મોકલવા માટે WhatsAppનો ઉપયોગ કરીએ છીએ. WhatsApp પણ યૂઝર્સની સુવિધાનુસાર નવા-નવા ફીચર લાવી રહ્યું છે. આ દરમ્યાન WhatsApp તમારા માટે એક ખાસ ટ્રિક લાવ્યું છે, જેમાં તમારે મેસેજ મોકલવા માટે પોતાનુ WhatsApp ખોલવાની જરૂર પડશે નહીં. આ ટ્રિકથી મેસેજ મોકલવા માટે તમારા સ્માર્ટફોનમાં Google Assistant હોવુ જરૂરી છે, જે આજકાલ દરેક એન્ડ્રૉઈડ સ્માર્ટફોનમાં છે. એટલેકે આ ટ્રિક Android સ્માર્ટફોન પર કામ કરશે.

Google Assistantની મદદથી મોકલી શકશો મેસેજ

WhatsApp ખોલ્યા વગર વ્હોટ્સએપ મેસેજ મોકલવા માટે તમારે સૌપ્રથમ ફોનના નીચેના ભાગમાં આપવામાં આવેલા બટન પર ક્લિક કરવુ પડશે. જેવુ તમે આ બટન પર ક્લિક કરશો તો Google Assistant ખુલી જશે. હવે તમને Google Assistant પરથી વ્હોટ્સએપ મેસેજ મોકલવા માટે કહેવુ પડશે. ગૂગલ આસિસ્ટન્ટ તમને પૂછશે કે તમે કોને મેસેજ મોકલવા માંગો છો, તમારે તેનુ નામ જણાવવુ પડશે.

તમારા કોન્ટેક્ટને મોકલી શકશો મેસેજ

જેવુ તમે નામ જણાવશો, તમારા મોબાઈલ સ્ક્રીન પર તેનો કોન્ટેક્ટ આવી જશે. હવે Google Assistant તમને પૂછશે કે તમે શું મેસેજ મોકલવા ઈચ્છો છો. તમારે જે મેસેજ મોકલવાનો હોય તે કહેવુ. જેમ તમે મેસેજ બોલશો તેવી રીતે મેસેજ ટાઇપ થઇ જશે. ગૂગલ આસિસ્ટન્ટ હવે તમને પૂછશે કે તમે આ મેસેજને જ મોકલવા ઈચ્છો છો અથવા તેમાં કોઈ ફેરફાર કરવા ઈચ્છો છો. જો તમારા મેસેજમાં કોઈ ફેરફાર કરવો ના હોય તો તેને મોકલવાનુ કહી દો. જો મેસેજમાં કોઈ ફેરફાર હોય તો તે બોલીને તેને બદલી નાખો. એવામાં તમે મેસેજ વગર WhatsApp ખોલીને કોન્ટેક્ટ સુધી પહોંચી શકશો. જો તમે અંગ્રેજીમાં Google Assistant પરથી વાતચીત કરો છો તો આ ટ્રિક ખૂબ જ અસરકારક છે. હિન્દીમાં વાત કરવામાં આ ટ્રિકમાં થોડી પરેશાની થાય છે, કારણકે ગૂગલ આસિસ્ટન્ટ અમૂક વખત તમારી ભાષા સમજી શકતી નથી.

આ રીતે મોકલવાનો છે તમારે મેસેજ

સૌપ્રથમ ગૂગલ આસિસ્ટન્ટ ખોલો. રેડ રંગના ગોળમાં ગૂગલ આસિસ્ટન્ટના બટનને માર્ક કરવામાં આવ્યું છે. હવે તમે ગૂગલ આસિસ્ટન્ટ પર WhatsApp મેસેજ મોકલો, આ બોલો.

ત્યારબાદ તમારા મોબાઇલ સ્ક્રીન પર અમૂક એવી ઈમેજ આવશે, જેમાં તમારે આ બોલવાનુ છે કે તમે કોને મેસેજ મોકલવા ઈચ્છો છો.

ત્યારબાદ તમારા કોન્ટેક્ટ ડીટેલ્સનુ નામ અને નંબર આવી જશે, જેને તમે મેસેજ મોકલવા ઈચ્છો છો.
હવે તમે જે મેસેજ મોકલવા ઈચ્છો છો, તે બોલો. ગૂગલ આસિસ્ટન્ટ મેસેજ મોકલતા પહેલા તમને કન્ફર્મ કરશે કે તમે આ મેસેજ મોકલવા ઈચ્છો છો અથવા તેમાં કોઈ ફેરફાર કરવા ઈચ્છો છો. જો તેમાં કોઈ ફેરફાર નથી તો ગૂગલ આસિસ્ટન્ટને મેસેજ મોકલવા માટે બોલો.
આ રીતે તમે WhatsApp ખોલ્યા વગર પોતાના કોન્ટેક્ટ ડિટેઇલ્સમાં સામેલ લોકોને મેસેજ મોકલી શકો છો.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter