સર્વરથી લીક થયો SBI ગ્રાહકોનો ડેટા? શું મુશ્કેલીમાં તો નથી ને તમારા પૈસા

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (SBI)ના લાખો ગ્રાહકોનો ડેટા લીક થયા હોવાની વાત સામે આવી રહી છે. ટેક સાથે જોડાયેલી વેબસાઇટ TechCrunchએ પોતાના એક રીપોર્ટમાં આ વાતનો દાવો કર્યો છે.

રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બેંકે એક અસુરક્ષિત સર્વર પર ગ્રાહકોની નાણાંકીય માહિતી સાથે જોડાયેલો ડેટા રાખ્યો હતો, જ્યાંથી ડેટા લીક થયો છે. જેમાં બેંક બેલેન્સથી લઇને હાલમાં કરવામાં આવેલી ટ્રાન્સઝેક્શનની માહિતીઓ સામેલ હતી. આ સર્વરથી કોઈ પણ શખ્સ ડેટા એક્સેસ કરી શકતો હતો. જોકે, હવે આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો છે.

ખરેખર, TechCrunch મુજબ, બેંકે પોતાની એક સર્વિસ SBI Quickના બે મહિના ડેટા જે સર્વર પર રાખવામાં આવ્યો હતો, તે અસુરક્ષિત હતો. કોઈ પણ પાસવર્ડથી પ્રોટેક્ટેડ ના હોવાને કારણે કોઈ પણ અહીંથી ડેટાને એક્સેસ કરી શકતો હતો. ઉલ્લેખનીય છે કે SBI Quick એક ટેક્સ્ટ મેસેજ અને કૉલ આધારીત સિસ્ટમ છે. એસબીઆઈ ગ્રાહક આનો ઉપયોગ બેંક એકાઉન્ટ સાથે જોડાયેલી બેસિક માહિતી માટે કરે છે. એવુ તો જાણવા મળ્યું નથી કે આ સર્વર કેટલા સમય માટે અસુરક્ષિત રહ્યું છે, પરંતુ હવે તેને ઠીક કરી દેવામાં આવ્યું છે.

રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ સર્વર માટે TechCrunchએ પણ એસબીઆઈ દ્વારા ગ્રાહકોને મોકલેલા ટેકસ્ટ મેસેજની માહિતી સરળતાથી મળી ગઇ. આ સિવાય ફોન નંબરથી લઇને બેંક બેલેન્સ, હાલમાં કરાયેલી ટ્રાન્જેક્શનની માહિતી પણ જોઈ શકાતી હતી. રીપોર્ટમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે બેંકે સોમવારે અંદાજે 30 લાખ ટેકસ્ટ મેસેજ પોતાના ગ્રાહકોને મોકલ્યા હતાં.

શું તમારા પૈસાને છે ખતરો?

સીધી રીતે તો એવુ નથી. ખરેખર તો જાણકારી લીક થઇ છે તેમાં ફોન નંબર, બેંક બેલેન્સ અને ટ્રાન્જેક્શનના ડેટા સામેલ થઇ શકે છે. આ સિવાય યૂઝરનેમ અને પાસવર્ડ જેવો ડેટા લીક થયો નથી. આ જ રીતે એકાઉન્ટમાં રખાયેલા તમારા પૈસા સુરક્ષિત જ છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter