GSTV
World

Cases
5345964
Active
7395056
Recoverd
578562
Death
INDIA

Cases
319840
Active
592032
Recoverd
24309
Death

Truecallerએ પણ WhatsAppની જેમ જોડ્યું ગ્રૃપચેટ ફિચર, જાણો કેવી રીતે કરશે કામ

Truecaller એપમાં છેલ્લાં થોડા સમયથી સતત નવા નવા ફીચર્સ જોડી રહ્યું છે. હવે જ્યારે આ એપમાં નવું ગ્રુપ ચેટ ફીચર જોડવામાં આવ્યું છે. કોલર આઈડી સર્વિસ પ્રોવાઈડરે ગ્યા વર્ષે ચેટિંગ ફિચરને ઈન્ટ્રોડ્યૂસ કર્યું હતુ, હવે તેમાં નવુ ગ્રૃપ ચેટિંગ ફીચર જોડવામાં આવ્યું છે. કંપનીના જણાવ્યાં પ્રમાણે આ અન્ય ઈનસ્ટેન્ટ મેસેજિંગ એપ જેવા કે WhatsApp પ્રમાણે અલગ રીતનું ચેટિંગ ફિચર છે. Truecaller ગ્રૃપ ચેટિંગ ફીચરમાં ગ્રૃપ ઈનવાઈટ, હિડન નંબર, ચેટ અને એસએમએસની વચ્ચે સિમલેસ સ્વીચિંગ અને કેટેગોરાઈઝ્ડ ઈનબોક્સ જેવા કેટલાંય ફિચર્સ આપ્યાં છે. Truecallerનું આ ગૃપ ચેટ ફીચર એન્ડ્રોઈડ અને iOS બંને પ્લેટફોર્મ માટે રોલ આઉટ કરવામાં આવ્યું છે. આ ફિચરનો ઉપયોગ એન્ડ્રોઈડ અને iPhone બંને યુઝર્સ કરી સકશે.

Truecaller ગ્રુપ ચેટ ફિચરનો ઉપયોગ કરવા માટે યૂઝર્સ એપને લેટેસ્ટ અપડેટ ઈન્સ્ટોલ કરવો પડશે. એપને અપડેટ કરતા જ યૂઝર્સ આ ગ્રૃપ ચેટિંગ ફીચર્સનો ઉપયોગ કરી સકશે. Truecallerના આ ગ્રૃપ ચેટિંગ ફીચરને યૂઝર્સ ગ્રૃપ ઈન્વાઈટ્સ દ્વારા એક્સેસ કરી સકશે. આ P2P એટલે કે પીયર-ટૂ-પીયર ચેટ સર્વિસ ઓફર નથી કરતી. જેવુ કોઈ યુઝર કોઈ અન્ય યૂઝરને ગૃપ ચેટ માટે ઈન્વાઈટ કરે છે તો સામેના યૂઝરની પાસે આ ઈન્વિટેશનને એક્સેપ્ટ અથવા ડિક્લાઈન કરવાનો ઓપ્શન આવશે.

Truecaller ગ્રૃપ ચેટમાં એક યૂનિક હિડેનનંબરનો ફીચર પણ આપવામાં આવ્યો છે. આ ફીચર દ્વારા જો તમે ઈચ્છો તો પોતાના નંબરને હિડન કરી શકો છો. માની લો તમે કોઈ રેન્ડમ ગ્રૃપના મેમ્બર છો અને તમે પોતાના નંબરને તે ગ્રૃપના અન્ય મેમ્બરને શો કરવા ઈચ્છતા તો તમે તમારા નંબરને હાઈડ કરી સકશો. WhatsApp ગ્રૃપ ચેટમાં આ ફિચર નથી આપવામાં આવ્યું.  Truecallerના આ હિડેન નંબર ફીચરના કારણે તે ગ્રૃપના મેમ્બરોની પાસે માત્ર તમારો જ નંબર દેખાશે જેણે તમારો નંબર સેવ કર્યો છે. આ રીતે હીડેન નંબર ફીચરના કારણે યૂઝરના પ્રાઈવસીનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

READ ALSO

Related posts

સેનાને 300 કરોડના હથિયારો ખરીદવા સરકારે આપી ખુલ્લી છૂટ, અપાઈ આ ડેડલાઈન

Pravin Makwana

ITR ભરવાનાં હોય છે ઘણા ફાયદાઓ, સરળતાથી મળી શકે છે લોન અને ધંધો શરૂ કરવા માટે પણ જરૂરી

Mansi Patel

100 કરોડનો ફ્લેટ: કિંમત સાંભળી ચક્કર આવી જશે, પણ આ બિઝનેસ મેને ખરીદ્યો છે દેશનો સૌથી મોંઘો ફ્લેટ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!