GSTV
Gujarat Government Advertisement

Jio પણ UPI પેમેન્ટ શરૂ કરવાની કરી રહી છે તૈયારી, Google Pay, Paytm અને PhonePeને મળશે ટક્કર

Last Updated on January 23, 2020 by Mansi Patel

Reliance Jioએ UPI પેમેન્ટની દિશામાં પગલાં વધાર્યા છે. અને અહેવાલ છે કે તે જલ્દીથી માર્કેટમાં તેને લાવી શકે છે. અહેવાલ છેકે, Jio UPIનો ઓપ્શન અમુક સિલેક્ટેડ યૂઝર્સ માટે Jio Appમાં એક્ટિવ થયુ છે. તેનાંથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છેકે, આગામી દિવસોમાં Jio UPI સર્વિસ બધા જ લોકો માટે શરૂ થઈ શકે છે. જો એવું થાય છે તો બજારમાં પહેલાથી હાજર Paytm, PhonePe અને Google Payને મોટી ટક્કર મળવાની છે.

Jio UPIને લઈને જે અહેવાલ આવ્યા છે. તેમાં યુઝર પોતાનું UPI ID અથવા તો જીયો હેન્ડલ અથવા વર્ચુઅલ પેમેન્ટ એડ્રેસને જનરેટ કરી શકે છે. જીયો સબ્સક્રાઈબર્સે UPI Pin પણ જનરેટ કરવાનું રહેશે. જે દરેકવાર પેમેન્ટ કરવા પર અથવા ટ્રાન્ઝેક્શનનાં સમયે જરૂરી રહેશે. એક ટેક સાઈટ Entrackrએ તેનો એક ફોટો પણ શેર કર્યો છે. જેમાં જીયો એપમાં યુપીઆઈ પેમેન્ટનું ઓપ્શન દેખાઈ રહ્યુ છે.

તે મુજબ, Jio UPIની મદદથી યુઝર ફક્ત પેમેન્ટ જ નહી પરંતુ સાથે પૈસા પણ ટ્રાન્સફર કરી શકશે. ઘણીવાર કોડ સ્કેન કરીને પણ પેમેન્ટ કરી શકશે. તેમાં યુઝર પોતાના એક કરતાં વધારે બેંકનાં ખાતા જોડી શકે છે.

જ્યાં સુધી તેના નામની વાત છે તો કંપની તેને Jio Pay નહી કહે, જેમ કે તેણે અન્ય એક એપને નામ આપી રાખ્યુ છે. પરંતુ સ્પષ્ટ નથીકે, આ એપ ક્યાં નામથી સામે આવશે. હાલમાં એ પણ સ્પષ્ટ નથી કે આ સર્વિસ ક્યાં સુધી કોમર્શિયલી લોન્ચ થશે, એવો દાવો કરાઈ રહ્યો છે તે થોડા સપ્તાહ કે થોડા મહિનામાં આવી શકે છે.

પાછલાં બે વર્ષોમાં દેશમાં UPI પેમેન્ટમાં તેજીથી વધારો થયો છે. અને એક બાદ એક ઘણી યુપીઆઈ સર્વિસ સામે આવી છે. આ મામલામાં રિલાયન્સ જીયો થોડી પાછળ રહી ગઈ છે પરંતુ તે હવે જલ્દીથી બજારમાં આ સર્વિસ લઈને આવશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

લોકડાઉન/ ગૃહિણીઓના ખિસ્સાંનું બજેટ વિખરાયું, દરેક ઘરના ખર્ચમાં સરેરાશ પાંચ ટકા સુધીનો વધારો

Vishvesh Dave

એલર્ટ/ ચહેરો ઓળખતા આ સોફ્ટવેર પર ઉઠ્યા સવાલ, જાણો તેનો ઉપયોગ કેટલો છે ખતરનાક

Bansari

સાવધાન/ ક્યાંક કોઈ તમારા નામથી સીમ કાર્ડનો ઉપયોગ તો નથી કરી રહ્યું ને, આ રીતે મેળવો જાણકારી

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!