Gmailમાં આવ્યા ત્રણ નવા ફીચર, હવે ઈ-મેઇલ સરળતાથી મોકલી શકશો

Google પોતાના પ્રોડક્ટ્સ પર ખૂબ ધ્યાન આપે છે અને યૂઝર્સના અનુભવને પહેલાથી સારું કરવા માટે સતત પ્રયાસ કરતુ રહે છે. હાલમાં સમાચાર આવ્યા હતા કે ગૂગલ પોતાના Gmailના ઈનબૉક્સ માટે બન્ડલ રિમાઈન્ડર અને પિન્નડ આઈટમ જેવા ફીચર્સની ટેસ્ટિંગ કરી રહ્યું છે અને ટૂંક સમયમાં તેને રોલ આઉટ પણ કરવામાં આવશે.

જોકે, ઈનબૉક્સમાં આવા ફીચર્સને આવવામાં થોડો સમય છે, પરંતુ આ દરમ્યાન ગૂગલે પોતાના Gmailમાં ત્રણ નવા ફીચર્સને એડ કર્યા છે અને યૂઝર્સ હવે તેનો ઉપયોગ પણ કરી શકે છે. ગૂગલના આ ત્રણ નવા ફીચર્સથી એન્ડ યૂઝર્સને વધુ ફાયદો મળવાનો છે. આવો જાણીએ છીએ કે જીમેલમાં આવેલા આ ફીચર્સ શું છે અને આ કેવીરીતે કામ કરે છે.

અનડૂ/રીડૂ (Undo/Redo)

જીમેલમાં આ ફીચર આવવાથી યૂઝર્સને સારી સુવિધા મળવાની છે. Undo ફીચરની મદદથી તમે ભૂલથી ડિલીટ થયેલા કન્ટેન્ટને ફરીથી રીસ્ટોર કર શકો છો. Undo ફીચરની સાથે જ યૂઝર્સને વારંવાર Redo ફીચરની પણ જરૂર પડતી હતી. જીમેલમાં મેસેજ કમ્પોઝ કરતી વખતે પહેલા ફ્કત Undo ઑપ્શન મળતુ, પરંતુ ગૂગલે જીમેલમાં મેસેજને Redo કરવાનો પણ વિકલ્પ ઉપલબ્ધ કરાવ્યો છે.

સ્ટ્રાઈકથ્રુ

સ્ટ્રાઈકથ્રૂ યૂઝર્સને વિજ્યુઅલ ક્યુ માટે એડિટ સજેશન આપતુ હતું. ગૂગલનુ માનવુ છે કે આ ફીચરને કારણે યૂઝર્સને ઈ-મેઇલ ટાઇપ કરવામાં મુશ્કેલી આવતી હતી. આ પરેશાની એવા સમયે વધી જતી હતી જ્યારે યૂઝર ભાષામાં ફેરફારને વિજ્યુઅલી ઈન્ડિકેટ કરવા ઈચ્છતા હતાં.

ડાઉનલોડ એજ ડૉટ ઈએમએલ

આ ફોર્મેટ અન્ય ઈમેલ ક્લાઈન્ટ દ્વારા રેકગ્નાઈઝ કરી શકાય છે. જેની મદદથી હવે યૂઝર્સ જીમેલ કોન્ટેન્ટની સાથે આ ક્લાઈન્ટના એટેચમેન્ટસને પણ જોઈ શકશે. આ સાથે જ યૂઝર્સ આ ફંકશનની મદદથી ડાઉનલોડેડ મેસેજને પોતાના ઈ-મેલમાં એટેચમેન્ટ તરીકે ઉમેરી શકશે.

આ રીતે કરો શરૂઆત:

નવુ કમ્પોઝ ફોર્મેટિંગ

નવા કમ્પોઝ ફોર્મેટિંગ માટે જીમેલના કમ્પોઝ વિન્ડોમાં જઇને ફૉર્મેટિંગ મેન્યુ પર ક્લિક કરો. અહીં તમને રીડૂ/અનડૂના ઑપ્શનની સાથે જ સ્ટાઇકથ્રુનુ ઑપ્શન જોવા મળશે.

નવુ ડાઉનલોડ ફોર્મેટ

નવા ડાઉનલોડ ફોર્મેટ માટે તમને રીસીવ કરવામાં આવેલા મેસેજમાં જઇને જમણી બાજુ આપવામાં આવેલા ત્રણ ડૉટ પર ક્લિક કરવાનુ છે. આ ડૉટ્સ પર ક્લિક કરવાની સાથે જ તમારી સામે ડ્રોપડાઉન મેન્યુ ઓપન થઇ જશે. આ મેન્યૂમાં સૌથી નીચે તમારું ડાઉનલોડ મેસેજ ઑપ્શન મળશે.

ગૂગલે જીમેલના આ નવા ફીચર્સ દ્વારા યૂઝર્સને ઈ-મેલ મોકલીને અને રિસીવ કરવાના અનુભવને સારું અને સરળ કરવાનો પ્રયાસ કર્યો છે. ગૂગલનું માનવુ છે કે આ ફીચર યૂઝર્સને પંસદ આવશે અને જો તેમાં કોઈ અછત રહેશે તો તેમાં સુધારો પણ થશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter