GSTV

ગુગલનો ઉપયોગ કરતાં ઉપભોક્તાઓ માટે આવ્યા માઠા સમાચાર

ગુગલના ઉપભોક્તાઓ દ્વારા ઉપયોગ કરાનારા તેના સોશિયલ નેટવર્ક ગુગલ પ્લસને બંધ કરાવની જાહેરાત કરી દીધી છે. ગુગલે કહ્યું કે આ સોશિયલ નેટવર્કિંગ સાઈટ બંધ કરતા પહેલા તેના એ બગને ઠીક કરી લીધા હતા જેને કારણે પાંચ લાખ લોકોના એકાઉન્ટમાં ખાનગી ડેટા ખતરામાં હતા. મહત્વનું છે કે પાછલા દિવસોમાં ફેસબુકને લઈને આ ખબર સામે આવી હતી કે પાંચ લાખ લોકોના ડેટા ખતરામાં છે.

અમેરિકાની દિગ્ગજ ઈન્ટરનેટ કંપનીએ કહ્યું કે ઉપભોક્તાઓ માટે ગુગલ પ્લસનો અંત થઈ ગયો છે. આ સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકને પડકાર આપવામાં નિષ્ફળ રહી છે. ગુગલના પ્રવક્તાએ ગુગલ પ્લસ બંધ કરવાના મુખ્ય કારણ જણાવીને કહ્યું કે ગુગલ પ્લસને બનાવવાને લઈને પ્રબંધનમાં ઘણા પડકારો હતા. જે ગ્રાહકોની આશા અને તેને અનુરૂપ તૈયાર કરાયું હતું. પરંતુ તેનો ઓછો ઉપયોગ કરાતો હતો. જણાવાઈ રહ્યું છે કે આ સોફ્ટવેર ગરબડીને કારણે 2015 થી 2018 વચ્ચે બહારના ડેવલપર્સે ગુગલ પ્લસ પ્રોફાઈલના ડેટામાં ખતરો હોવાનું જણાયું હતું.

 

 

Related posts

આ તારીખ સુધીમાં દેશના તમામ નાગરિકો પાસે હશે પોતાનું ઘર, અમિત શાહે કરી મોટી જાહેરાત

Mansi Patel

ભાજપ દ્વારા નવા પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની જાહેરાત: આ 13 નેતાઓને મળ્યું સ્થાન, વાઘાણી કપાયા

Bansari

Google ની આ App એ તોડ્યા તમામ રેકોર્ડ, પ્લેસ્ટોર દ્વારા 500 મિલિયનથી પણ વધુ લોકોએ કરી ડાઉનલોડ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!