GSTV

‘ધ ગર્લ ઓન ધ ટ્રેન’નું ટ્રેલર રીલીઝ, સસ્પેન્સની ભરમાર-પરિણીતીનો જોવા મળશે અનોખો અંદાજ

ધ ગર્લ ઓન ધ ટ્રેન’નુ ટીઝર અને પહેલો લુક રીલીઝ થયો છે. નેટફલ્કિસ પર આવવાળી આ ફિલ્મ સસ્પેન્સથી ભરપુર છે. ટીઝર જોશો તો લાગશે કે આ ફિલ્મ ધણા રહસ્યોથી ભરેલી છે. જેમાં પરિણીતી ચોપડા એક શરાબી મહિલાના રોલમાં જોવા મળશે. જે ફિલ્મમાં નેરેટર પણ છે. ટીઝરમા કોઈ પણ ડાયલોગ નથી. આ જ કારણ છે કે અમે માત્ર પરિણીતીના બગડતા મડ અને શારીરીક સ્થિતીથી ફિલ્મમાં જોવાનળતી વસ્તુઓ પર અંદાજ લગાવી શકો છો.

પાઉલા હૉકિન્સની 2015ની બેસ્ટસેલર પર આઘારિત આ ફિલ્મને રિભુ દાસગુપ્તાએ ડીરેકટ કરી છે. અને તેમાં પરિણીતી ચોપડા સીવાય અદિતી રાવ હૈદરી, કીર્તી કુલ્હારી અને અવિનાશ તિવારી છે.

આ મીરા ચોપડાના નામના એક પાત્રની કહાની છે. જે દરરોજ કામ કરવા માટે ટ્રેન દ્વારા યાત્રા કરતા સમયે એક કપલને પોતાના ધરની ખુલ્લી બારીમાંથી જોવે છે. તે એક દિવસ એવુ કંઈક જોવે છે જેનાથી તેને આંચકો લાગે છે.

આ ફિલ્મની મુખ્ય ભૂમિકા'એમિલી બ્લન્ટ'નામના હોલીવુડ સંસ્કરણથી પણ પ્રભાવિત છે અને તેનું નિર્દેશન ટેટ ટેલર દ્વારા કર્યું હતું. રિભુ દાસગુપ્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે "હું હંમેશાથી આ સ્ટાઇલ શોધી રહ્યો છું અને આ અનોખી વાર્તાઓને હું પસંદ કરતો હતો."
રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટના ગ્રુપ સીઇઓ શિબાશિષ સરકારે જણાવ્યું હતું કે 'ધ ગર્લ ઓન ધ ટ્રેનએ નેટફ્લિક્સના સહયોગથી આપણી પહેલી ફિલ્મ છે આની સાથે હરજુ ધણુ બધુ આવવાનું છે. અમે આ સસ્પેન્સ થ્રીલર વિશે ખૂબ ઉત્સાહિત છીએ, રિભુની સંવેદનશીલ દિગ્દર્શન અને ખૂબ જ પ્રતિભાશાળી કાસ્ટની અભિનય આ ફિલ્મ માટે ઉત્સાહમાં વધારો કરી રહ્યું છે. "
આ ફિલ્મ જેને 2020માં રીલીઝ કરવાની હતી. પરંતુ કોરોના વાયરસના કારણે તેને સ્થગિત કરવામાં આવી હતી. હવે આ ફિલ્મ 26 ફેબ્રુઆરીએ નોટફ્લ્કિસ પર રીલીઝ થવાની છે. 
READ ALSO

Related posts

આને કહેવાય સરકાર/ સરકારના એક મંત્રાલયની ભૂલ થતાં આખી કેબિનેટે રાજીનામું આપી દીધું, વડાપ્રધાન પણ પદ પરથી હટી ગયા

Pravin Makwana

વેક્સિનેશનની તૈયારીઓ પૂર્ણ જુદા જુદા જિલ્લા-તાલુકાઓમાં પહોંચાડાયો વેક્સિનનો જથ્થો

Pritesh Mehta

ઓસ્ટ્રેલિયન સ્પિનર લાયને ફટકારી ટેસ્ટ મેચોની ‘સદી’, હવે 400ના આંકડા પર છે તેની નજર

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!