GSTV
World

Cases
2843905
Active
2087392
Recoverd
340195
Death
INDIA

Cases
73560
Active
54441
Recoverd
3867
Death

દિલ્હીના પૂર્વ મુખ્ય મંત્રી દીક્ષિતને અશ્રૂભીની વિદાય: પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન

દિલ્હીમાં ભારે વરસાદ અને જોરદાર પવન વચ્ચે પણ કોંગ્રેસના નેતાઓ, સમર્થકો અને કાર્યકરો સહિત હજારો લોકો પૂર્વ મુખ્ય મંત્રી શીલા દિક્ષીતની અંતિમ યાત્રામાં જોડાયા હતા.આજે 81 વર્ષના આધુનિક દિલ્હીના સર્જક ગણાતા શીલા દિક્ષીતનું પાર્થિવ શરીર પંચમહાભૂતમાં વિલિન થયું હતું.

શનિવારે હાર્ટ અટેકના કારણે ગુજરી ગયેલા દિક્ષીતને આજે  નિગમબોધ ઘાટે ખાતે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય અપાઇ હતી. આ પ્રસંગે કોંગ્રેસના વડા સોનિયા ગાંધી,  પ્રમુખ રાહુલ ગંધી, કેન્દ્રના ગૃહ પ્રધાન અમીત શાહ,દિલ્હીના મુખ્ય મંત્રી અરવીંદ કેજરીવાલ, તેમના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયા વગેરે પણ હાજર રહ્યા હતા. ભારે વરસાદ છતાં હજારો કાર્યકર્તાઓ અંતિમ સંસ્કાર વખતે હાજર રહ્યા હતા.

અગાઉ દિલ્હીના પૂર્વ મુખ્ય મંત્રીને શ્રધ્ધાંજલી આપતા યુપીએના ચેર પર્સન સોનિયા ગાંધીએ કહ્યું હતુ કે તેઓ  મારા મોટા બહેન સમાન હતા. તેમના જવાથી મને અંગત રીતે મોટું નુકસાન થયું છે. પૂર્વ નાયબ વડા પ્રધાન એલ.કે. અડવાણી અને પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજે દિક્ષીતના ઘરે જઇ તેમને શ્રધ્ધાંજવી અર્પી હતી.

તેમના પાર્થિવ શરીરને કોંગ્રેસના વડા મથક ખાતે લઇ જવામાં આવ્યો હતો જ્યાં  પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોત, મધ્ય પ્રદેશના મુખ્ય  પ્રધાન કમલ નાથ વગેરેએ તેમને શ્રધ્ધાંજલીઆપી હતી. ત્યાર પછી તેમના પાર્થિવ શરીરને દિલ્હી પ્રદેશ કોંગ્રેસના વડા મથકે મુકવામાં આવ્યો હતો. શનિવારે વડા પ્રધાન મોદી દિક્ષીતના નિવાસસ્થાને શ્રધ્ધાંજલી આપવા ગયા હતા ત્યારે તેમની સાથે દિલ્હી ભાજપના સાંસદ મનોજ તિવારી પણ જોડાયા હતા.

READ ALSO

Related posts

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ઉદ્ધવ સરકારમાં પીડબ્લ્યુડી મંત્રી આવ્યા કોરોનાની ઝપેટમાં

Nilesh Jethva

દેશમાં 2.93 ટકા તો અમદાવાદમાં 6.78 મોતની ટકાવારી સાથે 54 ટકા એક્ટિવ કેસ

Nilesh Jethva

ઈદનો ચાંદ દેખાયો,આવતી કાલે ભારતભરમાં ઉજવાશે ઈદ-ઉલ-ફિત્ર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!