GSTV
India ટોપ સ્ટોરી

કર્ણાટકમાં ACBના દરોડા, જાણો ક્યાં સરકારી બાબુઓ ફસાયા

કર્ણાટકના ઘણાં ઠેકાણાઓ પર એન્ટિ-કરપ્શન બ્યૂરો દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. આ દરોડા કર્ણાટકના એન્ટિ કરપ્શન બ્યૂરોની ટુક્ડીઓ દ્વારા 17 અલગ-અલગ ઠેકાણાઓ પર પાડવામાં આવ્યા છે. આ 17 ઠેકાણાઓ પાંચ મોટા સરકારી અધિકારીઓ સાથે સંબંધિત છે. એસીબીએ બેંગાલુરુ, ચિંતામણિ, મૈસૂર, હોંસૂર, ઉડુપી, દેવનાગરી, ચિકમંગલુરુ, મેંગલુરુ અને કરવાડ ખાતે દરોડાની કાર્યવાહી કરી છે.

મહત્વપૂર્ણ છે કે આ પહેલા પણ એસીબીએ કર્ણાટકના ઔદ્યોગિક ક્ષેત્રમાં દરોડાની કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહી કેઆઈએડીબીના મુખ્ય વિકાસ અધિકારીના ફ્લેટ પર કરવામાં આવી હતી. આ દરોડાની કાર્યવાહી દરમિયાન પાંચ કરોડ રૂપિયાની રોકડ અને ઘણી મોંઘી કારો પણ મળી આવી હતી.

Related posts

આવતીકાલે શિંદે સરકારનું કેબિનેટ વિસ્તરણ, ફડણવીસને ગૃહ મંત્રાલય મળી શકે છે

GSTV Web Desk

ગોંડલ ગેંગરેપ કેસ / કોર્ટે 2 મહિનાની અંદર આપ્યો મોટો ચુકાદો, ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા

Zainul Ansari

સમલૈંગિક સંબંધમાં હત્યા/પત્ની બનીને રહેવા માંગતો હતો મીઠાઈ વેપારી, પાર્ટનરે આપી દીધું મોત 7

Binas Saiyed
GSTV