GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

વિન્ડિઝ પ્રવાસ માટે 19મીએ ટીમની પસંદગી: ધોનીની નિવૃત્તિની અટકળો

વર્લ્ડ કપની સેમિ ફાઈનલની હાર બાદ ભારતીય ટીમ હવે આવતા મહિને યોજાનારા વિન્ડિઝ પ્રવાસ તરફ મીટ માંડી રહી છે. ભારતીય ટીમ વિન્ડિઝ પ્રવાસનો પ્રારંભ તારીખ ૩ ઓગસ્ટે રમાનારી ટી-૨૦ની સિરીઝથી કરશે, જેમાં બે મેચ અમેરિકામાં અને ત્રીજી મેચ વિન્ડિઝમાં રમાશે. આ પછી બંને ટીમો વચ્ચે ત્રણ વન ડે અને બે ટેસ્ટની સિરીઝ રમાશે. ભારતીય પસંદગીકારો તારીખ ૧૯મી જુલાઈ ને શુક્રવારે વિન્ડિઝ પ્રવાસ માટેની ટીમની પસંદગી કરશે. ટીમ ઈન્ડિયાની પસંદગી થવાની છે, ત્યારે ૩૮ વર્ષીય વિકેટકિપર બેટસમેન ધોનીના રમવા અંગે પ્રશ્નાર્થ સર્જાયો છે. 

જો પસંદગીકારો ધોનીને આગામી સિરીઝ માટેની ટીમમાં સામેલ નહી કરે તો તે નિવૃત્તિ જાહેર કરશે તેવી અટકળો ફરી શરૂ થઈ ચૂકી છે. અગાઉ એવી અટકળ ચાલી હતી કે, વર્લ્ડ કપમા ભારતની આખરી મેચ ધોનીની કારકિર્દીની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ બની રહેશે. જોકે ભારત સેમિ ફાઈનલમાં હાર્યું તે પછી ધોનીએ કોઈ જાહેરાત કરી નથી. 


દરમિયાનમાં અગાઉ એેમ મનાતુ હતુ કે, વર્લ્ડ કપ બાદના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં ભારત કોહલી તેમજ બુમરાહ જેવા ટોચના ક્રિકેટરોને આરામ અપાશે. જોકે રોહિતને કેપ્ટન બનાવવા અંગેની અટકળો શરૂ થતાં જ હવે એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોહલી વિન્ડિઝ સામેની તમામ સિરીઝમાં રમશે. 

ભારતીય ઓપનર ધવનની ઈજા અંગે કોઈ અપડેટ મળી શક્યા નથી. જોકે, ટીમ ઈન્ડિયા શ્રેયસ ઐયર અને શુભમન ગીલને વિન્ડિઝ પ્રવાસ માટેની ભારતીય ટીમમાં તક મળી શકે છે. આ સિવાય હાર્દિક પંડયા, લોકેશ રાહુલ, પંત જેવા ખેલાડીઓનું સ્થાન નક્કી મનાય છે. શંકર અને ખલીલને પણ ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. જોકે દિનેશ કાર્તિકને પડતો મૂકવામાં આવશે તે નક્કી લાગી રહ્યું છે. 

ભારતનો વિન્ડિઝ પ્રવાસ

તારીખમેચસ્થળસમય
૩/૮પ્રથમ ટી-૨૦લાઉડરહિલરાત્રે ૮થી
૪/૮બીજી ટી-૨૦લાઉડરહિલરાત્રે ૮થી
૬/૮ત્રીજી ટી-૨૦ગયાનારાત્રે ૮થી
૮/૮પ્રથમ વન ડેગયાનાસાંજે ૭થી
૧૧/૮બીજી વનડેટ્રીનીદાદસાંજે ૭થી
૧૪/૮ત્રીજી વન ડેટ્રીનીદાદસાંજે ૭થી
૨૨-૨૬/૮પ્રથમ ટેસ્ટએન્ટીગાસાંજે ૭થી
૩૦/૮-૩/૯બીજી ટેસ્ટજમૈકારાત્રે ૮થી

READ ALSO

Related posts

એક મધપુડાના કારણે 12 જેટલા દુકાનદારો થયા પરસેવે રેબઝેબ, યુ.જી.વી.સી.એલના અધિકારીઓએ હાથ અધર કરી દીધા

Nilesh Jethva

12 વર્ષના ટેણીયાની ચાલાકી જોઈ પોલીસ પણ ગોથા ખાઈ ગઈ, 10 સેકન્ડમાં ઉપાડી લીધા 10 લાખ

Pravin Makwana

તડકામાં આંખો ઝીણી કરીને મોબાઇલમાં નેટવર્ક શોધતા બાળકોને ભણવું તો છે પણ મોબાઇલમાં નેટવર્ક જ નથી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!