ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની પ્રથમ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી જેમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીની પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો જેના પગલે ઓસ્ટ્રેલિયા પ્રથમ બેટિંગ કરતા માત્ર 188 રનમાં ઓલઆઉટ થઈ હતી પરિણામે ભારતીય ટીમને જીતવા 189 રનના ટાર્ગેટ મળ્યો આપ્યો હતો જે ટીમ ઈન્ડિયાએ 39.5 ઓવરમાં પાર પાડીને પ્રથમ મેચમાં વિજય મેળવીને ત્રણ મેચોની સિરીઝમાં 1-0થી સરસાઈ મેળવી લીધી છે.

રાહુલ-જાડેજા મેચના હિરો
ઓસ્ટ્રેલિયાએ આપેલા 189 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. બીજી ઓવરમાં જ ઈશાન કિશન 3 રન બનાવીને આઉટ થઈ ગયો હતો જે બાદ એક પછી એક એમ 39 રનમાં 4 વિકેટ પડી ગઈ હતી જેના પગલે ટીમ ઈન્ડિયા સંકટમાં ફસાઈ ગઈ હતી જોકે, બાદમાં કે.એલ રાહુલ અને રવિન્દ્ર જાડેજાએ 108રનની મેચ વિનિંગ ભાગાદારી કરીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. એક માત્ર રાહુલે શાનદાર ફિફ્ટી ફટકારી હતી.
ભારતના ટોપ ઓર્ડરનો ધબડકો
ઓસ્ટ્રેલિયન બોલરોના તરખાટ સામે ભારતના 4 બેટ્સમેનો સસ્તામાં પેવેલીયન ભેગા થઈ ગયા છે. ઈશાન કિશને 3, વિરાટ કોહલી 4 તો સૂર્યકુમાર યાદવ 0 રન બનાવી આઉટ થયો છે. ઈશાનને સ્ટોનિક્સે આઉટ કર્યો છે તો કોહલી અને યાદવને સ્ટ્રેકે સસ્તામાં પેવેલીયન ભેગા કરી દીધા હતા. શુભમન ગીલ 20 રન ફટકારી આઉટ થયો હતો.
ભારતીય બોલરનો તરખાટ
ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી કાંગારૂ ટીમની શરૂઆત સારી રહી નહોતી. બીજી ઓવરમાં જ સિરાજે ટ્રેવિસ હેડને બોલ્ડ મારીને પેવેલિયન ભેગો કર્યો હતો જોકે, બાદમાં મિશેલ માર્શે સ્મિથ સાથે આક્રમક ઈનિંગ રમી હતી જેના પગલે ટીમનો સ્કોર 300ની આસપાસ બનાવશે જોકે, મિશેલ માર્શના આઉટ થયા બાદ ટીમનો ધબડકો થયો હતો. ઓસ્ટ્રેલિયા ટીમ અંતિમ 5 વિકેટ માત્ર 19 રનમાં ગુમાવી હતી. મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ બંને કુલ 6 વિકેટ ઝડપી હતી.
ભારતીય ટીમ
શુભમન ગિલ, ઈશાન કિશન (વિકેટકીપર), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ.
ઓસ્ટ્રેલિયન ટીમ
ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), માર્નસ લાબુશેન, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), કેમરોન ગ્રીન, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનિસ, સીન એબોટ, મિશેલ સ્ટાર્ક અને એડમ ઝમ્પા.
READ ALSO
- PM મોદીને મળવા પહોંચ્યા NSA અજીત ડોભાલ, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ ચીફ પણ બેઠક માટે હાજર
- હિંદુત્વની વિચારધારા સામે લડવા માટે વિચારધારાઓનું ગઠબંધન હોવું જોઈએ : પ્રશાંત કિશોર
- માંડવીના દરિયા કિનારે નબીરાઓના ગાડીઓના સ્ટન્ટ, વીડીયો થયો વાયરલ
- જયેશ પારેખ નામના બિલ્ડરે ઉંઘની ગોળી ખાઇ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો , 3 કરોડ દેવું થઇ જતા આર્થિક સંકડામણ સર્જાઇ
- અલ્લુ અર્જૂનના ફેન્સને મળવા જઈ રહી છે મોટી સરપ્રાઈઝ, આ દિવસે રીલિઝ થવા જઈ રહ્યું છે પુષ્પા 2 નું ટીઝરઃ જોઈ લો પોસ્ટર