GSTV

ટી-20નાં ફોરમેટમાં ટીમ ઈન્ડીયાની સફળતા, સૌથી વધુ વખત 200+ રનનો ટાર્ગેટ કર્યો ચેઝ

ભારતે પ્રથમ ટી-20 મેચમાં ધમાકેદાર જીત મેળવી છે. આ મેચ ન્યૂઝીલેન્ડમાં ઓકલેન્ડનાં ઈડન પાર્ક ખાતે રમાઈ હતી. જેમાં ભારતે ન્યૂઝીલેન્ડને 6 વિકેટથી હરાવવામાં સફળ રહ્યુ છે. ભારતે 204 રનનો લક્ષ્યાંક 19મી ઓવરમાં પ્રાપ્ત કર્યો હતો.

ટી-20નાં ફોરમેટમાં ટીમ ઈન્ડીયાએ સૌથી વધુ વખત 200+ રનનો ટાર્ગેટ લક્ષ્યાંક પ્રાપ્ત કરવામાં સફળતા મળી છે. આ ફોરમેટમાં ઓસ્ટ્રેલિયા 2 વખત, સાઉથ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, વેસ્ટઈન્ડિઝ, ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશની ટીમ 1-1 વખત 200+નો ટાર્ગેટ ચેઝ કરવામાં સફળ રહ્યા છે. જ્યારે આ ફોરમેટમાં પણ ભારત નંબર વનનાં સ્થાન પર છે.

ફ્રેબ્રુઆરી 2005માં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ઓકલેન્ડમાં યોજાયેલી મેચ સાથે આંતરરાષ્ટ્રીય ટી-20ની શરૂઆત થઈ હતી. ક્રિકેટનું સૌથી ફાસ્ટ ફોરમેટ તરીકે ઓળખયું હતું. અને આ ફોરમેટમાં બેટ્સમેનોનો દબદબો રહ્યો છે. એટલે જ 200નો સ્કોર પણ જીતવા માટે વિરાટ નથી હોતો. ઈતિહાસમાં પ્રથમ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 200 રનનો સ્કોર બનાવ્યો હતો. અને તેની સાથે 20 ઓવરની મેચમાં મોટો સ્કોર બનાવવાની શરૂઆત થઈ હતી.

ક્રિકેટનાં આ ફોરમેટમાં સૌથી વધુ ભારતીય ટીમ આ રન ચેઝ કરવામાં સૌથી સફળ રહી હતી. ભારતે પ્રથમ વખત 200 રનનો સ્કોર ટી20માં 19 સપ્ટેમ્બર, 2007નાં રોજ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ડરબનમાં બનાવ્યો હતો. આ મેચમાં યુવરાજ સિંહે 6 બોલમાં 6 છગ્ગા ફટકાર્યા હતા અને આ મેચમાં 218/4 રનનો વિશાળ સ્કોર મૂક્યો હતો અને 18 રને જીત પ્રાપ્ત કરી હતી.

ત્યાર પછી ભારતે 2009માં શ્રીંલકા વિરુદ્ધ 207 રન બનાવ્યા હતા. વર્ષ 2013માં ઓસ્ટ્રેલીયાની સામે ટીમ ઈન્ડીયાએ 202 રન બનાવ્યા હતા. આ પછી 2019માં 208 રન વેસ્ટઈન્ડીઝ વિરુદ્ધ બનાવ્યા હતા. આમ ટીમ ઈન્ડિયાએ ફરીથી 200+ રન ચેઝ કરીને જીત હાંસલ કરવામાં સફળ રહી છે.

READ ALSO

Related posts

ટીવી ફ્રિજ ખરીદો અને મેળવો સ્માર્ટફોન મફત, સેમસંગની આ છે ધમાકેદાર ઓફર

pratik shah

IPL 2020/ રોયલ્સને હરાવીને હૈદરાબાદે આશા જીવંત રાખી, ત્રણ ટીમોના થયા એકસરખા પોઈન્ટ

Pravin Makwana

રાજ્યના શહેરમાં બાળકો માટે તૈયાર કરવામાં હૃદય રોગ માટેની અદ્યતન હોસ્પિટલ, દેશ વિદેશના લોકો લઈ શકશે લાભ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!