GSTV
Home » News » વિશ્વકપ પૂર્ણ થતાં જ આ વ્યક્તિ છોડી દેશે ભારતીય ટીમનો સાથ

વિશ્વકપ પૂર્ણ થતાં જ આ વ્યક્તિ છોડી દેશે ભારતીય ટીમનો સાથ

આઈસીસી વિશ્વકપ 2019માં ભારતે સારી શરૂઆત કરી છે. જો કે ધવન અને બાદમાં ભૂવનેશ્વર કુમારને થયેલી ઈજાના કારણે ભારતીય ટીમની મુસીબતોમાં વધારો થયો છે. હાથમાં થયેલી ઈજાના કારણે ધવન વિશ્વકપમાંથી જ બહાર થઈ ગયો છે. જેની જગ્યાએ હવે રિષભ પંતને સ્થાન મળ્યું છે.

એવામાં ભારતીય ટીમને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ટૂંક સમયમાં ભારતીય ટીમનો વધુ એક મેમ્બર ટીમનો સાથ છોડી દેશે. ટીમ ઈન્ડિયાના ફિઝીઓ પેટ્રિક ફરહાર્ટે ઈચ્છા જાહેર કરી છે કે વિશ્વકપ બાદ તે પોતાનો કોન્ટ્રેક્ટ પૂર્ણ કરવા માગે છે. જો કે ટીમ ઈન્ડિયાથી છેડો ફાડવા માટે તેમનું એક અલગ કારણ છે.

જો કે જાણકારી એ પણ મળી રહી છે કે પેટ્રીકે વિશ્વકપ બાદ ટીમ ઈન્ડિયા અને વેસ્ટ ઈન્ડિઝની શ્રેણી સુધી જોડાયેલ રહેશે. વધારે સમય સુધી તે ભારતીય ટીમનો સાથ નહીં આપે. તમને જણાવી દઈએ કે પેટ્રિંક ટીમ ઈન્ડિયાની સાથે રહેનારા ખૂબ સફળ ફિઝીયો છે. જેને મેઝીશિયન તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે ખેલાડીઓને ફિટ કરવા માટે તે પોતાનો જીવ રેડી દે છે. અને સમય પહેલા ફિટ પણ રાખે છે.

READ ALSO

Related posts

બિહારમાં ભારે પુરના કારણે 104ના મોત, 81 રાહત કેમ્પ શરૂ કરવામાં આવ્યા

Bansari

કર્ણાટકના ધારાસભ્યોએ રમેશ કુમારને પત્ર લખી હાજર થવા એટલો સમય માગ્યો કે વધુ એક ચૂંટણી થઈ જાય

Bansari

અખિલેશ સહિત બે ડઝન નેતાઓની સુરક્ષામાં કાપ મુકવાનો કેન્દ્ર સરકારનો વિચાર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!