GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

કોણ હશે ટીમ ઇન્ડિયાનો નવો કોચ? આવતીકાલે થશે ફેંસલો

વિશ્વના સૌથી ધનાઢ્ય ક્રિકેટ બોર્ડ – બીસીસીઆઇની હાઈપ્રોફાઈલ ભારતીય ક્રિકેટ ટીમના કોચનો ફેંસલો તારીખ ૧૬મી ઓગસ્ટને શુક્રવારે લેવાશે. બીસીસીઆઇએ નિમેલી ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવ તેમજ ભૂતપૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડ તેમજ પૂર્વ મહિલા ક્રિકેટર શાંતા રંગાસ્વામીની કમિટી ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ બનવા માટેના છ દાવેદારોના ઈન્ટરવ્યૂ લેશે. જેમાં વર્તમાન કોચ અને ભૂતપૂર્વ ક્રિકેટર રવિ શાસ્ત્રીની સાથે સાથે ભૂતપૂર્વ ક્રિકેટર રોબિન સિંઘ તેમજ ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ મેનેજર લાલચંદ રાજપુતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ કોચ માઈક હેસ્સન, શ્રીલંકાના ભૂતપૂર્વ કોચ ટોમ મૂડી અને અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ કોચ ફિલ સિમોન્સ પણ સ્પર્ધામાં છે.

કપિલ દેવની આગેવાની હેઠળની કોચ પસંદગી પેનલ શુક્રવારે તમામ કોચીસના ઈન્ટરવ્યૂ લેશે અને મોડી સાંજે ભારતીય ટીમના કોચના નામની જાહેરાત કરી દે તેવી પણ સંભાવના છે. ભારતીય ટીમના કેપ્ટન કોહલીની ખાસ વિશ્વાસુ એવા વર્તમાન કોચ રવિ શાસ્ત્રી પોતાનું સ્થાન જાળવી રાખવા માટે હોટફેવરિટ મનાય છે. કોચ પસંદ કરનારી સમિતિના વડા કપિલ દેવ ખુદ કહી ચૂક્યા છે કે,  અમારે કોહલીની પસંદગી ધ્યાનમાં લેવી જ પડે. આવી સ્થિતિમાં આખી કોચ પસંદગી પ્રક્રિયા એક નાટક બની ગઈ હોવાનું ક્રિકેટ વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. નોંધપાત્ર છે કે, વિન્ડિઝ પ્રવાસ માટે રવાના થતાં પહેલા કેપ્ટન કોહલીએ કહ્યું હતુ કે, કોચ તરીકે શાસ્ત્રી મારી પહેલી પસંદ છે અને તેમને જારી રાખવામાં આવશે તો અમે ખુશ થઈશું.

ભારતીય ક્રિકેટ ટીમના કોચ તરીકેની જવાબદારી નિભાવી રહેલા શાસ્ત્રી હાલમાં ટીમની સાથે વિન્ડિઝ પ્રવાસે છે. તેઓ વિડિયો કોન્ફરન્સિંગથી ઈન્ટરવ્યૂ પેનલની સમક્ષ હાજર થશે. આવી જ રીતે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર તેમજ શ્રીલંકા અને સનરાઈઝર્સ હૈદરાબાદના પૂર્વ કોચ ટોમ મૂડી તેમજ વિન્ડિઝના એક સમયના ધુરંધર ક્રિકેટર ફિલ સિમોન્સ પણ વિડિયો કોન્ફરન્સ મારફતે ઈન્ટરવ્યૂ આપશે.

જ્યારે ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ કોચ અને કિંગ્સ ઈલેવનની ટીમને કોચિંગ આપી ચૂકેલા માઈક હેસ્સન હાલમાં ભારત આવી પહોંચ્યા છે અને તેઓ ૧૬મી ઓગસ્ટે કોચ પસંદ કરનારી સમિતિની સમક્ષ પ્રત્યક્ષ હાજરી આપશે. તેમની સાથે સાથે રોબિન સિંઘ અને લાલચંદ રાજપુત પણ મુંબઈમાં યોજાનારા ઈન્ટરવ્યૂમાં પ્રત્યક્ષ હાજરી આપશે અને કોચ તરીકે પોતાની દાવેદારી રજુ કરશે.

કોચ પસંદગી પેનલ પર કોઈ દબાણ નથી : સીઓએ

મુંબઈ ઃ ભારતીય ટીમના કોચની પસંદગી કરનારી કપિલ દેવની આગેવાની હેઠળની પેનલ ખુલ્લા મનથી તમામ ઉમેદવારોના ઈન્ટરવ્યૂ લેશે અને ત્યાર બાદ પોતાની રીતે નિર્ણય જાહેર કરશે. તેમ જણાવતા કમિટિ ઓફ એડમિનિસ્ટ્રેટર્સ (સીઓએ)ના સભ્ય એવા લેફ. જનરલ રવિ થોગ્ડેએ કહ્યું કે, કોચની પસંદગીને લઈને કોઈના પર દબાણ નથી. કપિલ દેવની આગેવાની હેઠળની કમિટિ એ સ્વતંત્ર છે અને તેઓ પોતાની રીતે ઈન્ટરવ્યૂ બાદ કોચનું સિલેક્શન કરશે. આ બીસીસીઆઇના બંધારણ મુજબની એક સામાન્ય પ્રક્રિયા છે. નોંધપાત્ર છે કે, કોહલીના અતિ આગ્રહ બાદ કપિલની આગેવાની હેઠળની સમિતિ બાદ શાસ્ત્રીને જ કોચ તરીકે પસંદ કરવાનું લગભગ નક્કી મનાય છે. જોકે સમિતિમાં સામેલ ભૂતપૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડે કહ્યું હતુ કે, કેપ્ટને તેનું નિવેદન આપ્યું છે, પણ અમારી પસંદગીની પ્રક્રિયા પર તેનો પ્રભાવ નહી પડે.

Read Also

Related posts

બદલતા વાતાવરણના કારણે શરદી-ખાસી જેવા લક્ષણો છો? અપનાવો આ ઘરેલૂ ઉપાય

Arohi

કોરોના સંકટ વચ્ચે રાહતના સમાચાર, આ જિલ્લાના 500 ગામોમાં હજુ સુધી નથી થઇ ‘કિલર કોરોના’ની એન્ટ્રી

Bansari

કોવિડના મૃત્યુઆંક છુપાવવા સરકારની નવી ‘નંબર ગેમ’, હોસ્પિટલ અને સ્મશાનના આંકડાઓમાં મોટી ગોલમાલ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!